For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં માયાવતીના હેલિકોપ્ટર તપાસાયુ, BSP લાલઘુમ

By Super
|
Google Oneindia Gujarati News

Mayawati
બેંગ્લોર, 27 એપ્રિલઃ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવા આવી રહેલા બસપા પ્રમુખ માયાવતીના હેલિકોપ્ટર અને તેમની કારને તપાસવામાં આવી છે, જેને લઇને બસપા લાલઘુમ થઇ ગયું છે. સમાચાર છે કે, તપાસ ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર લેવામાં આવી છે, પરંતુ બસપાએ તેનો આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને પ્રશ્ન કર્યો છે કે, શું ક્યારેય સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વાહનોની તપાસણી કરવામાં આવે છે.

જાણકારી અનુસાર શનિવારએ માયાવતી કર્ણાટકના ગેવરગીમાં એક રેલીને સંબોધિત કરવા જઇ રહ્યાં હતા. કર્ણાટકના ગુલબર્ગ સુધી તે હેલિકોપ્ટરમાં પહોંચ્યા અને ત્યાંથી તે કારમાં ગેવરગી જઇ રહ્યાં હતા. ગુલબર્ગમાં જ પોલસ કર્મીઓએ માયાવતીના હેલિકોપ્ટરની તપાસણી કરી હતી, તેમની કારની પણ તપાસણી કરવામાં આવી હતી. તપાસ ચાલી રહી હતી તે સમયે માયાવતી સાથે સતીશ ચંદ્ર મિશ્રા પણ ઉપસ્થિત હતા.

તપાસણી બાદ માયાવતી પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ગેવરગીમાં રેલી સંબોધિત કરવા ગયા, પરંતુ બસપાના લોકો આ તપાસણીથી ભડક્યા છે. તેમનું કહેવુ છે કે આ તેમના નેતાઓની આ રીતે તપાસ કરવામાં આવવી એ આખી પાર્ટીનું અપમાન છે. કર્ણાટકમાં બસપા નેતાઓએ પ્રશ્ન કર્યો કે શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ આ રીતે તપાસ કરવામાં આવ છે? તેમણે કહ્યું કે આ વાતને જોર શોરથી ઉઠાવવામાં આવશે.

English summary
Mayawati's helicopter, car searched in Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X