પીએમ મોદી અનામત પર દેશને ગુમરાહ કરી રહ્યા છે, અનામત જગ્યાઓનો હિસાબ આપેઃ માયાવતી
બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અનામત વિશે મોટો હુમલો કર્યો. માયાવતીએ કહ્યુ કે પીએમ મોદી પછાત વર્ગને અપાતા અનામત મુદ્દે દેશને એમ કહીને ગુમરાહ કરી રહ્યા છે કે આને ખતમ ન કરી શકાય. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યુ કે આ તેમના માટે જુમલા સિવાય કંઈ નથી. માયાવતી દાવો કરે છે કે તેમના પક્ષની ઉત્તર પ્રદેશની અંદર દલિતોમાં સૌથી વધુ પકડ છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના એક દિવસ બાદ તેમણે ટ્વિટર દ્વારા મોદી પર હુમલો કર્યો.
આ પણ વાંચોઃ રોહિત શેખરની હત્યાની રાત, 90 મિનિટમાં અપૂર્વાએ કરી દીધો ખેલ ખતમઃ પોલિસ

‘પીએમ મોદીએ અનામતની વ્યવસ્થાને કરી નિષ્ક્રિય'
બસપા સુપ્રીમોએ હિંદીમાં કરાયેલ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યુ કે પીએમ શ્રી મોદી દ્વારા અનામત પર પણ દેશને ગુમરાહ કરવો પ્રયાસ ચાલુ છે કે આને ખતમ કરવામાં નહિ આવે જે વાસ્તવમાં તેમની એક જુમલાબાજી છે કારણકે કોંગ્રેસની જેમ એમના શાસનકાળમાં પણ એસસી-એસટી-ઓબીસી અનામતની વ્યવસ્થાને સંપૂર્ણપણે નિષ્ક્રિય તેમજ નિષ્પ્રભાવી બનાવી દેવામાં આવી છે, કેમ?
|
પીએમ મોદી હિસાબ-કિતાબ આપે
માયાવતીએ સરકારી નોકરીઓમાં અનામત લાખો જગ્યાઓ ન ભરવા પર પીએમ મોદી પર હુમલો કરતા આગલા ટ્વીટમાં લખ્યુ કે આ ઉપરાંત દલિતો, આદિવાસીઓ તેમજ ઓબીસી વર્ગો માટે સરકારી નોકરીઓમાં અનામત લાખો પદોને ન ભરીને આ ઉપેક્ષિત વર્ગોના લોકોને હક મારવાનું કામ કેમ ભાજપની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા સતત કરવામાં આવી રહ્યુ છે? ભાજપ તેમજ પીએમ શ્રી મોદી પહેલા આનો પણ હિસાબ-કિતાબ આપે.
|
મોદીએ યુપીની જનતા સાથે કર્યો વિશ્વાસઘાત
માયાવતીએ 21 એપ્રિલે ટ્વીટ કરીને પણ પીએમ મોદી પર યુપીની જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો. માયાવતીએ પોતાના ટ્વીટમાં લખ્યુ હતુ કે શ્રી નરેન્દ્ર મોદી યુપીમાં ફરી ફરીને કહી રહ્યા છે કે યુપીએ તેમને દેશના પીએમ બનાવ્યા છે, જે સાચુ છે પરંતુ તેમણે યુપીની 22 કરોડ જનતા સાથે વાદાખિલાફી તેમજ વિશ્વાસઘાત કેમ કર્યો? યુપી જો તેમને પીએમ બનાવી શકે છે તો તેમને એ પદેથી હટાવી પણ શકે છે જેની પૂરી તૈયારી જોઈ શકાય છે.

યુપીમાં ભાજપ સામે મહાગઠબંધન
માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા), અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (સપા) અને અજીત સિંહની આગેવાનીવાળા રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) એ ઉત્તરપ્રદેશમાં ભાજપ સામે લડવા માટે અભૂતપૂર્વ ગઠબંધન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે માયાવતી અને સમાજવાદી પાર્ટી લાંબા સમયથી પ્રતિદ્વંદી હતા. આ વખતે સમજૂતી હેઠળ 38 સીટો પર બસપા, 37 સીટો પર સપા અને ત્રણ સીટો પર રાલોદ લડી રહ્યુ છે. વળી બે રાયબરેલી અને અમેઠી સીટ કોંગ્રેસ માટે પાર્ટીએ છોડી દીધી છે.