મારામાં પીએમ બનવાના બધા ગુણ, હું જ છુ પ્રધાનમંત્રી પદ માટે એકદમ ફિટઃ માયાવતી
બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે તે જ પ્રધાનમંત્રી પદ માટે સૌથી ફિટ ઉમેદવાર છે કારણકે તેમની અંદર એ બધી ક્ષમતાઓ છે કે જે એક દેશના પીએમની અંદર હોવી જોઈએ, માયાએ કહ્યુ કે યુપીમાં જ કોઈએ વિકાસ કર્યો છે તો તે બસપા જ છે, બસપાએ જ યુપીની તસવીર બદલી છે, હું ચાર વાર રાજ્યની સીએમ બની છુ તો આની પાછળનું કારણ મારા કામ છે.
આ પણ વાંચોઃ સારદા ચિટ ફંડ ગોટાળોઃ સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર 7 દિવસ માટે લગાવી રોક

‘પીએમ માટે હું છુ સૌથી શ્રેષ્ઠ દાવેદાર'
માયાએ કહ્યુ કે તેમના જ કાર્યકાળમાં લખનઉનું સૌંદર્યીકરણ થયુ હતુ અને કાયદો વ્યવસ્થા પર લગામ લગાવાઈ હતી. કલ્યાણ અને દેશના વિકાસને જોતા કહી રહી છુ કે હું જ આ પદ માટે ફિટ છુ, હું એક સાફ સુથરી છબીની માલિક છુ અને મારા કાર્યકાળમાં જ યુપી વિકાસના પથ પર આગળ વધ્યુ છે. તમને જણાવી દઈએ કે માયાવતીએ હાલમાં જ પીએમ મોદીને પ્રધાનમંત્રી પોસ્ટ માટે અનફિટ ગણાવ્યા હતા અને કહ્યુ હતુ મોદીએ દેશના ભાગલા પાડી દીધા છે.

જેટલીએ માયાને અનફિટ ગણાવ્યા હતા
માયાના આ નિવેદનથી ભડકેલી ભાજપે પણ તેમને આકરો જવાબ આપ્યો હતો. નાણામંત્રી અરુણ જેટલીએ સોમવારે કહ્યુ હતુ કે માયાવતી પ્રધાનમંત્રી બનવા માટે દ્રઢ છે, તેમની લાલસા એટલી હદે વધી ગઈ છે જેના કારણે તેમના સમજમાં નથી આવી રહ્યુ કે તે શું કહી રહ્યા છે. તેમનુ શાસન અને રાજકીય નૈતિકતા હંમેશાથી જ લો ગ્રેડની રહી છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તેમના આ વિવાદિત નિવેદનથી સ્પષ્ટ થઈ ગયુ છે કે બસપા સુપ્રીમો સાર્વજનિક જીવનમાં સંપૂર્ણપણે અનફિટ થઈ ચૂક્યા છે.

અખિલેશ યાદવે આપ્યુ હતુ આ નિવેદન
હાલમાં જ એનડીટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં અખિલેશે માયાવતીને પીએમ પદ માટે સમર્થન આપવાના સવાલ પર કહ્યુ કે તે ઈચ્છે છે કે આગામી પ્રધાનમંત્રી યુપીમાંથી બને અને બધા જાણે છે કે હું કોની સાથે છુ. પ્રધાનમંત્રી દેશના કોઈ પણ ખૂણામાંથી હોઈ શકે છે પરંતુ મારી કોશિશ છે કે યુપીથી દેશના આગામી પીએમ બને. તેમણે કહ્યુ કે આના પર નિર્ણય 23 મેના રોજ થશે. ગઠબંધન ચૂંટણી બાદ આના પર નિર્ણય. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું પ્રધાનમંત્રી વારાણસીથી હશે? ત્યારે તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે બનારસવાળા તો ન બનવા જોઈએ કારણકે તેમણે દેશનું બહુ નુકશાન કરી દીધુ.

પહેલા પણ વ્યક્ત કરી ચૂક્યા છે પીએમ બનવાની ઈચ્છા
માયાવતીએ આ પહેલા પણ દેશના પીએમ બનવાની પોતાના મહત્વાકાંક્ષા વ્યક્ત કરી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી પહેલા બસપા સુપ્રીમોએ આના સંકેત પણ આપ્યા હતા અને કહ્યુ હતુ કે જો તેમને મોકો મળશે તો તે આંબેડકર નગરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. તેમણે ઈશારા ઈશારામાં કહ્યુ કે જો બધુ ઠીક રહ્યુ તો મને અહીંથી ચૂંટણી લડવી પડશે કારણકે દિલ્લીના રાજકારણનો રસ્તો આંબેડકર નગર થઈને જાય છે. હાલમાં ચૂંટણી રણમાં તો તે મહાગઠબંધન દ્વારા ભાજપને પડકાર આપી રહ્યા છે, જોઈએ છે 23 મેનો દિવસ તેમના માટે શું સમાચાર લઈને આવે છે કારણકે એ દિવસના પરિણામથી જ નક્કી થશે કે માયાની ઈચ્છા પૂરી થશે કે નહિ.