બાબરી મસ્જિદ હંમેશા રહેશે, ફરીથી બનાવવા માટે તોડવામાં આવી શકે છે મંદિરઃ ઈમામ
ઑલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ અયોધ્યામાં રામ મંદિરની આધારશિલા મૂકવા અંગે કહ્યુ છે કે મસ્જિદ જ્યાં બની ગઈ ત્યાંથી હટી શકે નહિ. ત્યાં મસ્જિદ જ રહેશે, એ પણ બની છે કે ક્યારેક તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવે. એએનઆઈને આપેલા નિવેદનમાં રશીદીએ કહ્યુ, ઈસ્લામ ધર્મ કહે છે કે જે મસ્જિદ છે તે હંમેશા મસ્જિદ જ રહે છે. તેને ના બદલી શકાય અને ના કંઈ બીજુ બનાવવા માટે તોડી શકાય છે. અમારુ માનવુ છે કે આ એક મસ્જિદ (બાબરી મસ્જિદ) હતી અને હંમેશા મસ્જિદ જ રહેશે. આ મસ્જિદને મંદિર તોડીને નહોતી બનાવાઈ પરંતુ બની શકે છે કે મસ્જિદ બનાવવા માટે મંદિરને ધ્વસ્ત કરવામાં આવે.

બાબરી મસ્જિદ-મંદિર વિવાદ પર નિવેદન
આયોધ્યામાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજન બાદ રામ મંદિરની આધારશિલા મૂકવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ જગ્યાએ મુઘલકાળમાં બનેલી બાબરી મસ્જિદ હતી. વિવાદ વચ્ચે જ 1992માં મસ્જિદને પાડી દેવામાં આવી હતી. ગયા વર્ષ આ કેસને ખતમ કરીને સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં વિવાદિત ભૂમિ રામલલાને સોંપવાનો આદેશ આપ્યો હતો અને અહીં મંદિર બની રહ્યુ છે. આ બધા વચ્ચે ઑલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ આ નિવેદન આપ્યુ છે.

ઓવૈસીએ વ્યક્ત કરી નારાજગી
રામ મંદિરનો પાયો રાખ્યા બાદ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. બુધવારે એક ટ્વિટમાં ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ ઓવૈસીએ લખ્યુ - બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે. ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે વિવાદિત ટિપ્પણી કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવીને કહ્યુ કે અન્યાયપૂર્ણ, દમનકારી અને બહુસંખ્યક તુષ્ટીકરણના આધારે ભૂમિનુ પુનઃનિર્ધારણ કરનાર ચુકાદાથી આ સત્ય બદલી નહિ શકાય.

પીએમ મોદીએ મૂકી આધારશિલા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવાર(5 ઓગસ્ટ)ના રોજ પૂજા અર્ચના કર્યા બાદ રામ મંદિરની આધારશિલા મૂકી છે. રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન પૂરુ થવા અને પીએમના આધારશિલા રાખ્યા બાદ વિધિવત રીતે રામ મંદિરનુ નિર્માણ કાર્ય શરૂ થઈ ગયુ છે. મંદિરના શિલાન્યાસ બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે વર્ષોથી જે સપનુ હતુ તે પૂરુ થવા જઈ રહ્યુ છે.
શિવસેનાની ચેતવણી - સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે