‘ઘર સે નીકલતે હી' દ્વારા જાણીતી બનેલી મયૂરીને ગૂગલ ઈન્ડિયામાં મળી મોટી તક
90ના દશકમાં અમુક ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી મયૂરી કાંગો હવે ગૂગલ ઈન્ડિયા સાથે પોતાની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે. મયૂરીએ ઈન્ડસ્ટ્રી હેડ, ગૂગલ ઈન્ડિયા જોઈન કર્યુ છે. મયૂરી આ પહેલા ડિજિટલ માર્કેટિંગ એજન્સીમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી હતી.

આઈઆઈટી કાનપુરથી કરી ચૂકી છે અભ્યાસ
મયૂરી કાંગો આઈઆઈટી કાનપુરથી અભ્યાસ કરી ચૂકી છે. તેમણે અભિનયમાં કેરિયર બનાવ્યુ પરંતુ તેમને વધુ સફળતા મળી ન શકી. બાદમાં તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ. તેણે માર્કેટિંગ અને ફાઈનાન્સમાં એમબીએ કર્યા બાદ આ ક્ષેત્રમાં કેરિયર બનાવ્યુ.

1995માં કર્યુ હતુ ડેબ્યુ, ‘ઘર સે નીકલતે હી' થી મળી હતી લોકપ્રિયતા
મયૂરીએ 1995માં ફિલ્મ નસીમથી કેરિયરની શરૂઆત કરી હતી. 1996માં આવેલી ફિલ્મ ‘પાપા કહતે હે' ના ગીત ‘ઘર સે નીકલતે હી.. કુછ દૂર ચલતે હી, રસ્તેમે હે ઉસકા ઘર' થી યુવાનો વચ્ચે લોકપ્રિય બની ગઈ હતી. જો કે તેનું કેરિયર બહુ લાંબુ ચાલી શક્યુ નહિ.

2003માં જતી રહી અમેરિકા
મયૂરી કાંગોએ અજય દેવગણ, બૉબી દેઓલ, અરશદ વારસી જેવા મોટા ચહેરાઓ સાથે કામ કર્યુ પરંતુ તેનું કેરિયર જલ્દી ખતમ થઈ ગયુ. તેણે નસીમ, પાપા કહતે હે, હોગી પ્યાર કી જીત જેવી ફિલ્મો કર્યા બાદ ટીવી પર નરગિસ, થોડા ગમ થોડી ખુશી, ડૉલર બાબુ અને કિટ્ટી પાર્ટી સીરિયલમાં પણ કામ કર્યુ. ફિલ્મો બાદ ટીવી પણ તેને નિષ્ફળતા જ મળી. 2003માં મયૂરીએ એનઆરઆઈ આદિત્ય ઢિલ્લન સાથે લગ્ન કર્યા અને અમેરિકા શિફ્ટ થઈ ગઈ.
આ પણ વાંચોઃ અડવાણી-જોશીની ટિકિટ કપાવા પર અમિત શાહે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ?