For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MCD Election: આમ આદમી પાર્ટીએ 30 વેપારીઓને ઉમેદવાર બનાવ્યા

આમ આદમી પાર્ટીએ આ વખતે એમસીડી ચૂંટણીમાં 30થી વધુ વેપારીઓને ટિકિટ આપી છે.

|
Google Oneindia Gujarati News

MCD Election: આમ આદમી પાર્ટીએ આ વખતે એમસીડી ચૂંટણીમાં 30થી વધુ વેપારીઓને ટિકિટ આપી છે. નાંગલોઈથી સન્ની ખેડા, વસંત વિહારથી અભિષેક હિમાની જૈન, ક્રૃષ્નાનગરથી જુગલ અરોરા, પહાડગંજથી અમરનાથ રાજપૂત, તિમારપુરથી અંતુલ કોહલી, રીઠાલાથી પ્રદીપ મિત્તલ, પીતમપુરાથી સંજુ જૈન, કેશવપુરમથી વિકાસ ગોયલ, શાલીમાર બાગથી રબ્બી ઈશુ ગુજરાલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

arvind kejriwal

AAPની વેપાર પાંખના કન્વીનર બ્રિજેશ ગોયલે જણાવ્યુ કે સંગમ વિહારથી પંકજ ગુપ્તા અને કાલકાજીથી રોશન શિવાની ચૌહાણને ટિકિટ મળી છે અને તે તમામ વેપારી વર્ગમાંથી આવે છે. તેમણે કહ્યુ કે દિલ્લીના 20 લાખ વેપારીઓ અરવિંદ કેજરીવાલના આભારી છે.

આમ આદમી પાર્ટીની 10 ગેરંટીઓમાં વ્યાપારી મુદ્દાઓ પણ સામેલ છે, સત્તામાં આવવા પર ઈન્સ્પેક્ટર રાજમાંથી મુક્તિ મેળવવી, બજારોને સુંદર બનાવવા, પાર્કિંગની સમસ્યાનો કાયમી અને વ્યવહારુ ઉકેલ, રસ્તાઓ અને શેરીઓનુ સમારકામ, કન્વર્ઝન ફી અને પાર્કિંગ ફી નાબૂદ કરવી. સીલ કરાયેલી દુકાનો ખોલવી, બધી લાયસન્સ આપવાની પ્રક્રિયા સરળ અને ઑનલાઈન કરવી, લારી-ગલ્લાવાળાઓને ઉઘરાણી અને લાંચખોરીમાંથી મુક્તિ,, સ્વસ્છ-સુઘડ વેડિંગ ઝોન બનાવવાનુ વચન આપ્યુ છે.

English summary
MCD Election:30 businessmen candidates got tickets from Aam Aadmi Party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X