For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MDH માલિક મહાશય ધર્મપાલ ગુલાટીના મૌતની ફેક ન્યુઝ

એમડીએચ માલિક મહાશય ધર્મપાલ ગુલાટીના 99 વર્ષની આયુમાં મૌત થયાની ખબર હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

એમડીએચ માલિક મહાશય ધર્મપાલ ગુલાટીના 99 વર્ષની આયુમાં મૌત થયાની ખબર હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. કેટલીક મીડિયા સાઈટ પર પણ આ ન્યુઝ જોવા મળી રહી છે. પરંતુ એમડીએચ માલિક મહાશય ધર્મપાલ ગુલાટી તરફથી એક વીડિયો જાહેર કરીને આ સમાચારનું ખંડન કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું કે ધર્મપાલ ગુલાટી બિલકુલ સ્વસ્થ છે અને ફેક સમાચારો પર વિશ્વાસ નહીં કરવાનું પણ જણાવ્યું છે. એમડીએચ મસાલા માટે ખુબ જ લોકપ્રિય બ્રાન્ડ છે. આ બ્રાન્ડની સૌથી ખાસ બાબત છે કે તેનો પ્રચાર એમડીએચ માલિક ધર્મપાલ ગુલાટી જાતે કરે છે. લોકો તેમને મહાશય જી નામથી પણ ઓળખે છે.

MDH Owner mahashay DharamPal Gulati

એમડીએચ માલિક મહાશય ધર્મપાલ ગુલાટીના દામાદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના પિતા ચુન્નીલાલની ફોટો લગાવીને તેમના નિધનની ખબર ફેલાવી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ધર્મપાલ ગુલાટી ભારત-પાકિસ્તાન ભાગલા પછી દિલ્હી આવી ગયા હતા અને અહીં તેમને મસાલાનું કામ શરુ કર્યું. તેમને 1959 માં કીર્તિ નગરમાં મસાલાની ફેક્ટરી લગાવી. જે હાલમાં આખી દુનિયામાં ફેમસ છે. દેશભરમાં એમડીએચની કુલ 15 ફેક્ટરીઓ છે. ધર્મપાલ ગુલાટીનો આખો પરિવાર આ વ્યવસાયમાં જોડાયેલો છે.

English summary
MDH Owner mahashay DharamPal Gulati death news was fake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X