55ની ઉંમરમાં 18 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે યૌન શોષણના આરોપી સુહેલ શેઠે કર્યા લગ્ન

સમાચાર છે કે 55 વર્ષના સુહેલ સેઠે 18 વર્ષ નાની ગર્લફ્રેન્ડ લક્ષ્મી મેનન સાથે લગ્ન કરી લીધા છે.

#MeToo હેઠળ ગંદા આરોપ લાગ્યા બાદ સોશિયલ મીડિયાથી દૂર રહેતા એક્ટર અને એડ મેન સુહેલ સેઠ એક વાર ફરીથી સમાચારોમાં છવાયા છે. સમાચાર છે કે 55 વર્ષના સુહેલ સેઠે 18 વર્ષ નાની ગર્લફ્રેન્ડ લક્ષ્મી મેનન સાથે લગ્ન કરી લીધા છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ લગ્ન ક્રિસમસના દિવસે થયા. લગ્નની રસમો ગુરુગ્રામમાં માત્ર નજીકના લોકો વચ્ચે જ થઈ. તમને જણાવી દઈએ કે સુહેલ અને લક્ષ્મી બંને છેલ્લા એક વર્ષથી લિવ ઈન રિલેશનશીપમાં હતા અને આ વર્ષે ઓક્ટોબરમાં બંનેએ સગાઈ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે આ લગ્નમાં પ્રફૂલ્લ પટેલ, શીલા દીક્ષિત, જય પાંડા, અમર સિંહ, ફિલ્મ મેકર મુઝફ્ફર અલી અને તરુણ તેજપાલ શામેલ થયા.

સુહેલ અને લક્ષ્મી વચ્ચે મોટો તફાવત છે...

સુહેલ અને લક્ષ્મી વચ્ચે મોટો તફાવત છે...

તમને જણાવી દઈએ કે સુહેલ અને લક્ષ્મીનો સંબંધ એટલા માટે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે કારણકે બંને વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે. સુહેલ 55 વર્ષના છે જ્યારે લક્ષ્મી માત્ર 37 વર્ષની છે. તમને જણાવી દઈએ કે સુહેલે આ પહેલા સંધ્યા સાથે 1989માં લગ્ન કર્યા હતા. બંનેનો સંબંધ માત્ર 4 વર્ષ ચાલી શક્યો હતો, ત્યારબાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

લક્ષ્મી મેનન Pirelli કેલેન્ડરમાં શામેલ થનાર પહેલી ભારતીય મોડેલ

લક્ષ્મી મેનન Pirelli કેલેન્ડરમાં શામેલ થનાર પહેલી ભારતીય મોડેલ

લક્ષ્મી મેનનની વાત કરીએ તો તે Pirelli કેલેન્ડરમાં શામેલ થનારી પહેલી ભારતીય મોડલ છે. તેમના પાર્ટનર પ્રબુદ્ધા દાસગુપ્તાનું નિધન થઈ ચૂક્યુ છે. પ્રબુદ્ધા વ્યવસાયે ફોટોગ્રાફર હતા. હાલમાં લક્ષ્મી ગોવામાં રહે છે.

5 મહિલાઓએ સુહેલ સેઠ પર યૌન શોષણના આરોપ લગાવ્યા

5 મહિલાઓએ સુહેલ સેઠ પર યૌન શોષણના આરોપ લગાવ્યા

તમને જણાવી દઈએ કે મીટુ અભિયાન હેઠળ 5 મહિલાઓએ લેખક સુહેલ સેઠ પર યૌન શોષણના આરોપ લગાવ્યા છે. આ મહિલાઓએ સેઠ પર યૌન શોષણ, જબરદસ્તી કિસ કરવા અને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવતા કહ્યુ હતુ કે સુહેલે હંમેશા તેમનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. આરોપ લગાવનારી મહિલાઓમાંથી એકે એમ પણ કહ્યુ કે સુહેલ સેઠે તેમની સાથે ગંદી હરકત ત્યારે કરી હતી જ્યારે તે માત્ર 17 વર્ષની હતી.

‘સુહેલ સેઠે જબરદસ્તી મારા કૂર્તામાં હાથ નાખી દીધો'

‘સુહેલ સેઠે જબરદસ્તી મારા કૂર્તામાં હાથ નાખી દીધો'

આરોપ લગાવનારી મહિલાઓમાંથી એક ફિલ્મમેકર નતાશા રાઠોડે વૉટ્સઅપ મેસેજના સ્ક્રીનશૉટ ટ્વિટર પર પોસ્ટ કરીને સેઠ પર ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા. તેમણે લખ્યુ, ગયા વર્ષે આ ઘટના ગુડગાંવમાં થયો હતો. સુહેલે તેમને ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી હતી. તેમના વિરોધ કરવા છતાં તેમણે તેને જબરદસ્તી કિસ કરી હતી, નશાની હાલતમાં તેમણે પોતાનો હાથ મારા કૂર્તામાં નાખી દીધો હતો.

‘મારી સંમતિ વિના જબરદસ્તી મારા હોઠ પર કિસ કરી'

‘મારી સંમતિ વિના જબરદસ્તી મારા હોઠ પર કિસ કરી'

પત્રકાર મંદાકિની ગેહલોતે પણ સુહેલ સેઠ પર સંગીન આરોપ લગાવતા ટ્વિટર પર લખ્યુ હતુ કે વર્ષ 2011માં ગોવામાં એક કાર્યક્રમમાં હું જ્યારે તેમને મળવા પહોંચી ત્યારે અચાનક મારી સંમતિ વિના બળજબરીથી તેમણે મારા હોઠ પર કિસ કરી. મે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે તે આવુ ન કરી શકે. આ આરોપો બાદ સુહેલને ટાટા ગ્રુપના કન્સલ્ટન્ટના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X