For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં ખોલાયા 9 હજારથી વધુ જનઔષધિ કેન્દ્ર, 200ની દવાઓ મળે છે માત્ર 50 રુપિયામાંઃ મનસુખ માંડવિયા

દેશમાં 9 હજારથી વધુ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાં સસ્તા દરે દવાઓ આપવાાં આવે છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

Janaushadhi Kendra Mansukh Mandaviya: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ તેમજ ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે ભુવનેશ્વરમાં બારામુંડા ક્ષેત્રમાં જનઔષધિ કેન્દ્રની મુલાકાત લીધા. તેમણે આ દરમિયાન ઘણા લાભાર્થીઓ સાથે વાત પણ કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યુ કે દેશભરમાં 9 હજારથી વધુ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જેમાં સસ્તી પરંતુ ગુણવત્તાયુક્ત દવાઓ મળે છે.

mansukh mandaviya

આરોગ્ય મંત્રી માંડવિયાએ વધુમાં કહ્યુ કે મે ભુવનેશ્વરમાં પણ એક કેન્દ્રની મુલાકાત લીધી અને ઘણા લાભાર્થીઓને મળ્યો. તેમણે મને જણાવ્યુ કે બજારમાં 200 રુપિયામાં મળતી બ્રાન્ડેડ દવાઓ અહીં 50 રુપિયામાં મળે છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ એઈમ્સની સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યૂટ બૉડીની છઠ્ઠી બેઠકમાં ભુવનેશ્વર એઈમ્સ ખાતે હાજરી આપી હતી.

એઈમ્સ ભુવનેશ્વરના વિદ્યાર્થીઓને સંબોધીને તેમણે કહ્યુ, 'આ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સરકારની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ છે જ્યાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યસૂચિના ભાગરૂપે ગુણવત્તાયુક્ત તૃતીય આરોગ્ય સંભાળ અને તબીબી શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવે છે. 'હીલ ઇન ઇન્ડિયા' અને 'હીલ બાય ઇન્ડિયા' જેવી નવી પહેલો દેશમાં તબીબી મૂલ્યની યાત્રાને વેગ આપશે અને કુશળ અને લાયકાત ધરાવતા તબીબી અને પેરા-મેડિકલ માનવ સંસાધનોની વિશ્વવ્યાપી માંગને પણ પૂરી કરશે.'

તમામ એઈમ્સ તૃતીય દેખરેખની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા છે અને તેને વૈશ્વિક શ્રેષ્ઠતાની સંસ્થાઓ બનાવવાનુ આયોજન છે. તેમણે કહ્યુ કે આ માત્ર સારી ગુણવત્તા, ક્લિનિકલ કેર અને તબીબી શિક્ષણના ઉચ્ચતમ ધોરણો અને અદ્યતન સંશોધન સાથે જ થઈ શકે છે. મોટા સહયોગી 'સંવાદ' માટે વિચારોત્તેજક વિચારો અને મુદ્દાઓ માટે પ્લેટફોર્મ પૂરુ પાડવાનુ છે.

English summary
Medicines available cheap rates, more than 9 thousand Janaushadhi Kendras open across country: Mansukh Mandaviya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X