મીનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા મવાલી, વિવાદ વધતા કહ્યુ - કોઈને ઠેસ પહોંચી હોય તો શબ્દો પાછા લઉ છુ
નવી દિલ્લીઃ ગુરુવારે સંસદમાં ખેડૂત આંદોલન મુદ્દે જોરદાર હોબાળો થયો. કૃષિ કાયદા સામે છેલ્લા ઘણા સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતો પર ભાજપ નેતા અને મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યુ કે પહેલી વાત તો એ કે તમે એમને ખેડૂત કહેવાનુ બંધ કરી દો, ખેડૂતો પાસે એટલો સમય નથી કે તે જંતર-મંતર પર ધરણા કરે, તે પોતાના ખેતરોમાં કામ કરી રહ્યા છે. આ માત્ર ષડયંત્રકારો દ્વારા ભડકાવેલ લોકો છે જે ખેડૂતોના નામ આ હરકતો કરી રહ્યા છે.
જ્યારે મીનાક્ષીને 26 જાન્યુઆરી થયેલી ઘટના છતાં જંતર મંતર પર પ્રદર્શનકારીઓને આવવાની મંજૂરી વિશે પૂછવામાં આવ્યુ તો તે ભડકી ગયા અને કહ્યુ કે ફરીથી તમે એ લોકોને ખેડૂત કહી રહ્યા છો, મવાલી છે એ. 26 જાન્યુઆરીએ જે કંઈ પણ થયુ તે શરમજનક હતુ અને વિપક્ષ દ્વારા આવા લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
વિવાદ વધતા મીનાક્ષી લેખીએ આપી સફાઈ
વિવાદ વધી જતા હવે મીનાક્ષી લેખીએ સફાઈ આપી છે જેમાં તેમણે કહ્યુ કે તેમના નિવેદનનો ખોટી રીતે સમજવામાં આવ્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ છે કે મારા શબ્દો તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. જો આનાથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉ છુ.
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કર્યો પલટવાર
હવે ખેડૂત નેતા રાકેશ ટિકેતે મીનાક્ષી લેખીના નિવેદન પર પલટવાર કર્યો છે અને તેમણે કહ્યુ કે ખેડૂતો મવાલી નથી, ખેડૂતો વિશે આવી વાત ન કહેવી જોઈએ. ખેડૂત દેશનો અન્નદાતા છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા ખેડૂત સંસદ લગાવવા પર તેમણે કહ્યુ કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની આ પણ એક રીત છે. જ્યાં સુધી સરકાર ચાલશે અમે અહીં આવતા રહીશુ. સરકાર ઈચ્છશે તો વાતચીત શરૂ થઈ જશે.
मेरे शब्दों को तोड़ा मरोड़ा गया है अगर इससे किसी को ठेस पहुँची है तो मैं अपने शब्द वापस लेती हूँ । pic.twitter.com/s98ezkskzl
— Meenakashi Lekhi (@M_Lekhi) July 22, 2021