For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે મીનાક્ષી લેખી, જેઓ મોદી કેબિનેટમાં સામેલ થયાં

જાણો કોણ છે મીનાક્ષી લેખી, જેઓ મોદી કેબિનેટમાં સામેલ થયાં

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થઈ ગયું છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલીવાર કેબિનેટ વિસ્તરણ થયું છે. જેમાં કુલ 43 મંત્રીઓએ શપથ લીધા. જેમાંથી કેટલાક નવા ચહેરા પણ સામેલ કરવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાકને પ્રમોશન કરી તેમને કેબિનેટ રેંકના મંત્રી પણ બનાવવામાં આવી રહ્યા છે. મોદીની નવી કેબિનેટમાં મીનાક્ષી લેખીનું નામ પણ સામેલ છે. આજે સવારે તેમણે પીએમ આવાસે જઈ પીએમ મોદીની મુલાકાત કરી હતી. મોદીની કેબિનેટમાં સામેલ થનાર મીનાક્ષી લેખી કોણ છે, આવીો જાણીએ...

નવી દિલ્હીથી બે વખત સાંસદ

નવી દિલ્હીથી બે વખત સાંસદ

નવી દિલ્હીમાં 30 એપ્રિલ 1967ના રોજ જન્મેલાં મીનાક્ષી લેખી સતત બે વખત દિલ્હીથી સાંસદ બન્યાં. ભાજપની ટિકિટ પર પહેલીવાર 2014માં ચૂંટણી લડ્યાં અને જીત્યાં. જે બાદ બીજી વાર 2019માં લોકસભા ચૂંટણી જીત્યાં.

સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ છે મીનાક્ષી લેખી

સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ છે મીનાક્ષી લેખી

મીનાક્ષી લેખી વ્યવસાયે વકીલ છે અને કેટલાય ટ્રિબ્યૂનલ ઉપરાંત દિ્લહી હાઈકોર્ટમાં વકાલત કરી છે અને આજે સુપ્રીમ કોર્ટના જામીતા વકીલ રહ્યાં છે. વકીલ તરીકે મહિલાઓના મુદ્દાઓ પર ખાસ કરીને ઘરેલૂ હિંસા, પારિવારિક વિવાદ અને આર્મ્ડ ફોર્સેજમાં મહિલાઓ માટે સ્થાઈ કમીશન મુદ્દાઓને તેમણે કોર્ટમાં પ્રમુખતાથી રાખ્યા અને લડાઈ લડી.

રાહુલ ગાંધી પર કેસ કર્યો હતો

રાહુલ ગાંધી પર કેસ કર્યો હતો

2019માં મીનાક્ષી લેખીએ રાફેલ ડીલ મામલાને લઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર કોર્ટના તિરસ્કારનો ક્રિમિનલ કેસ નોંધાવ્યો હતો. તે સમયે મીનાક્ષી લેખી બહુ ચર્ચામાં આવ્યાં હતાં. સામાજિક કાર્યકર્તા હોવાની સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગ સાથે જોડાયેલ રહેવાની સાથે મીનાક્ષી લેખી મહિલા આરક્ષણ બિલ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઑફ વુમેન એટ વર્કપ્લેસના ડ્રાફ્ટિંગ કમિટીમાં રહેતાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.

મીનાક્ષી લેખીનું રાજનૈતિક કરિયર

મીનાક્ષી લેખીનું રાજનૈતિક કરિયર

રાષ્ટ્રીય મહત્વના મુદ્દા જેવા કે ટ્રિપલ તલાક વગેરે જેવા મુદ્દાઓ પર સંસદની દલીલમાં ભાગ લેતા રહ્યાં. 2017માં તેમને બેસ્ટ ડેબ્યૂ વૂમેન પાર્લિયામેન્ટરિયનના રૂપમાં પાર્લિયામેન્ટ લોકમત અવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. 2010માં મીનાક્ષી લેખીએ ભાજપ સાથે પોતાનું રાજનૈતિક કરિયર શરૂ કર્યું. ભાજપ મહિલા મોર્ચાના વાઈસ પ્રેસિડેન્ટની જવાબદારી આપવામાં આવી હતી. જે બાદ વર્ષ 2013માં તેમને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા અને માત્ર એક વર્ષ બાદ ભાજપે ટિકિટ આપી અને તેઓ 2014 તથા 2019ની લોકશબા ચૂંટણીમાં જીત્યાં.

English summary
meenakshi lekhi profile in gujarati who is included in modi cabinet expansion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X