For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો આ છે અસમમાં બીજેપીની જીત અપવનાર યુવક રજત શેઠી

|
Google Oneindia Gujarati News

આ વખતે પહેલી વાર અસમમાં ભાજપનું કમળ ખીલ્યું છે. અને પહેલી વાર નોર્થ ઇસ્ટમાં ભગવા રંગની સરકાર બનવા જઇ રહી છે. જ્યાં એક બાજુ જીતની આ માળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના ગળે પહેરાવવામાં આવી રહી છે. ત્યાં જ એક અન્ય યુવક પણ છે જે આ જીતનો એટલો જ દાવેદાર મનાય છે અને જેના વિષે ખુબ જ ઓછા લોકો જાણે છે. આ એ જ યુવક છે જેના ડાયરેક્શન હેઠળ બીજેપીને અસમમાં જીત મળી છે.

24 વર્ષીય આ યુવકનું નામ છે રજત સેઠી. જેણે આસામ ચૂંટણી વખતે ચૂંટણી કેમ્પેન અને વિઝન ડોક્યૂમેન્ટની કમાન સંભાળી હતી. નોંધનીય છે કે રજત સેઠીએ જ અમિત શાહને અસમમાં ગઠબંધનની સરકાર સાથે ચૂંટણી લડવાની વાત મનવડાવી હતી. અને આ ચૂંટણીમાં ક્યારે શું કરવાનું છે તે પણ રજતે જ નક્કી કરવાનું હતું. ત્યારે રામ માધવના નજદીકી રજત સેઠી વિષે વધુ જાણો અહીં....

કાનપુરનો નીવાસી

કાનપુરનો નીવાસી

રજત સેઠી યુપીના કાનપુરનો રહેવાસી છે અને આઈઆઇટી ખડગપુરથી બીટેક કર્યું છે.

આઇઆઇટી ખડગપુર

આઇઆઇટી ખડગપુર

આઇઆઇટી ખડગપુર પછી તેણે હાર્વડ યુનીવર્સિટીથી પબ્લિક પોલિસીમાં ગેજ્યુએશન કર્યું છે.

2012માં ભારત પરત ફર્યો

2012માં ભારત પરત ફર્યો

રજતનો પરિવાર આરએસએસથી પહેલેથી નજીક રહ્યો છે. ભણતર પરત ફર્યા પછી ભારતમાં આઇટી કંપનીમાં મોટી નોકરી મેળવવાને બદલે તેણે બીજેપી પાર્ટીને હાઇટેક કરવાનું કામ શરૂ કર્યું.

6 લોકોની ટીમ

6 લોકોની ટીમ

રજતે પોતાની 6 લોકોની ટીમ બનાવી જેમાંથી બે તેવા પણ હતા જેમણે મોદીની પીએમ બનાવનાર પ્રશાંત કિશોરની ટીમના ભાગ રહી ચૂક્યા હતા.

અસમ નિર્માણ

અસમ નિર્માણ

રજતે જ બીજેપીને અસમ નિર્માણનો નારો આપ્યો હતો. રજત અને તેની ટીમ 20-20 કલાક કામ કરતી હતી. જેમણે બીજેપીને ચૂંટણી દરમિયાન વિઝન આપવાનું કામ કર્યું.

હેલરી ક્લિંટન

હેલરી ક્લિંટન

રજત સેઠી અમેરિકામાં હિલેરી ક્લિંટનની ચૂંટણી માટે પણ કામ કરી ચૂક્યો છે.

બીજેપીનો ફાયદો

બીજેપીનો ફાયદો

રજત સેઠી અને તેની ટીમે આરટીઆઇ દ્વારા તેવી 175 જાણકારી નીકાળી જેનાથી ગોગાઇની અનેક હકીકતો જનતાની સામે આવે. જેનો ફાયદો બીજેપીને થયો.

બાંગ્લાદેશ ધુસપેઠ મુદ્દો

બાંગ્લાદેશ ધુસપેઠ મુદ્દો

સેઠીની ટીમે બાંગ્લાદેશની ધુસણખોરીના મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો. જેનાથી આસામનો દરેક વ્યક્તિ પરેશાન છે અને આ દાવ પણ બીજેપીના હકમાં ગયો.

કોંગ્રેસ

કોંગ્રેસ

સેઠી અને તેની ટીમે જે માહોલ પેદા કર્યો તેનાથી કોંગ્રેસ ખાલી સવાલોનો જવાબ જ આપતી રહી ગઇ. અને તેને કંઇ વિશેષ કરવાનો મોકો ના મળ્યો.

English summary
Meet BJPs New Strategist Rajat Sethi King Maker Of Assam Victory. Rajat Sethi, a public policy graduate from Harvard University, is also an alumnus of IIT Kharagpur. A co-founder of Arthasastra Foundation, he has been active in BJP since September
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X