UNGA માં મળશે ભારત-પાકના વિદેશ મંત્રી, બેઠક થશે, વાતચીત નહિઃ રવીશ કુમાર
પાકિસ્તાનના પ્રધાનમત્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમાં તેમણે પીએમ મોદીને અપીલ કરી છે કે બંને દેશો વચ્ચે વાતચીતનો જે સિલસિલો અટકેલો છે તેને ફરીથી શરૂ કરવામાં આવે. પાકિસ્તાનના આ આગ્રહ પર ભારતીય વિદેશ મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાનના આગ્રહ પર ભારત અને પાકિસ્તાના વિદેશ મંત્રીઓની બેઠક થશે. આ મુલાકાત ન્યૂયોર્કમાં UNGA (સંયુક્ત રાષ્ટ્ર મહાસભા) દરમિયાન થશે. જો કે તેમણે એ સ્પષ્ટ કર્યુ કે આ માત્ર એક બેઠક હશે પરંતુ આને કોઈ વાતચીત કે ડાયલોગની શરૂઆત માનવામાં નહિ આવે.
વિદેશ વિભાગના પ્રવકતા રવીશકુમારે કહ્યુ કે વાતચીત અને આતંકવાદ સાથે-સાથે ના ચાલી શકે. તેમણે કહ્યુ કે હું આ વાતને કન્ફર્મ કરુ છુ કે પાકિસ્તાનના આગ્રહ પર ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક થશે. આ બેઠકની તારીખ અને સમય અંગે બંને દેશો મળીને નિર્ણય લેશે. UNGA (સંયુક્ત રાષ્ટ્ર મહાસભા) ની બેઠક દરમિયાન આ બેઠક થઈ શકે છે. રવીશ કુમારે આ દરમિયાન એ પણ સ્પષ્ટ કર્યુ કે આ માત્ર એક બેઠક હશે, આમાં કોઈ વાતચીત કે ડાયલોગ નહિ થાય. સીમાપાર થઈ રહેલા આતંકવાદ પર અમારી નીતિઓમાં કોઈ ફેરફાર નથી આવ્યો.
This is just a meeting, not talks or resumption of dialogue: Raveesh Kumar, MEA on a meeting between EAM & Pakistani foreign minister to take place on the sidelines of #UNGA
— ANI (@ANI) 20 September 2018
કરતારપુર કોરિડોર પર વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ કે છેલ્લા ઘણા વર્ષોથી અત્યાર સુધીમાં આ મુદ્દે અમારી પાસે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ અધિકૃત વાતચીતનો પ્રસ્તાવ આવ્યો નથી. એવુ નથી લાગતુ કે આ મામલે વિચાર કરવા તેઓ ઈચ્છુક છે. અત્યાર સુધી પાકિસ્તાન સાથે યોજાનાર બેઠક અંગે કોઈ એજન્ડા નક્કી કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ પાક પીએમ ઈમરાન ખાને પત્ર લખી પીએમ મોદી સાથે વાતચીતની કરી અપીલ