નાગરિકતા કાયદા પર મેઘાલયના રાજ્યપાલ, ‘તમે આ ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો'
નાગરિકતા સુધારા બિલનો પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તરના રાજ્યો અસમ, ત્રિપુરા ઉપરાંત મેઘાલયમાં પણ આ એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. જ્યારે મેઘાલયની રાજધાની શિલૉન્ગમાં પણ વિરોધ પ્રદર્શનને જોતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે જેમાં આજે થોડી ઢીલ આપવામાં આવી છે. વળી, આ એક્ટ પર વિરોધ વચ્ચે મેઘાલયના રાજ્યપાલે એક એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ વધી શકે છે.

દેશના ક્યારેક ધર્મના નામે ભાગલા પાડવામાં આવ્યા હતાઃ રાજ્યપાલ
મેઘાલયના રાજ્યપાલ તથાગત રૉયે કહ્યુ કે લોકતંત્ર અનિવાર્ય રીતે વિભાજનકારી છે, જો તમે આને ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો. રાજ્યપાલ પરોક્ષ રીતે નવા નાગરિકતા એક્ટનુ સમર્થન કરી રહ્યા હતા. તેમણે ટ્વિટ કર્યુ, ‘વિવાદના વર્તમાન માહોલમાં બે વાતોને ક્યારેય ન ભૂલવી જોઈએ. પહેલી કે દેશના ક્યારેક ધર્મના નામ પર ભાગલા પાડવામાં આયા હતા અને બજી કે લોકતંત્ર અનિવાર્ય રીતે ભાગલાવાદી છે.' તેમણે આ ટ્વિટમાં આગળ લખ્યુ કે જો તમે આ ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો.
|
તો ઉત્તર કોરિયા જતા રહોઃ રાજ્યપાલ
રાજભવનના ગેટ પર પ્રદર્શનકારીઓ પહોંચવાના થોડા કલાક પહેલા જ તેમનુ આ ટ્વિટ આવ્યુ હતુ. આ પ્રદર્શન દરમિયાન સુરક્ષા ઘેરાને તોડવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, આ લાઠીચાર્જમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન બે પોલિસકર્મી પણ ઘાયલ થઈ ગયા હતા. મેઘાલય ઉપરાંત અસમ અને ત્રિપુરામાં પણ નાગરિકતા કાયદાનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી', HCમાં થઈ ફરિયાદ

મેઘાલયમાં પણ થઈ રહ્યો નાગરિકતા કાયદાનો વિરોધ
મેઘાલયમાં પણ ઈન્ટરનેટ અને એસએમએસ સર્વિસ પર રોક લગાવી દેવામાં આવી છે. નાગરિકતા સુધારા બિલના વિરોધમાં સૌથી વધુ ઉગ્ર પ્રદર્શન અસમમાં જોવા મળ્યુ છે. જ્યાં ગુરુવારે હિંસક પ્રદર્શન દરમિયાન પોલિસ ફાયરિંગમાં બે પ્રદર્શનકારીઓનુ મોત થઈ ગયુ હતુ. આ પ્રદર્શનને 30 છાત્ર સંગઠનો અને ડાબેરી પક્ષોનુ સમર્થન મળી રહ્યુ છે. અસમમાં હજારો પ્રદર્શકારીઓએ રેલવે અને રસ્તા પર પ્રદર્શન કર્યા. આ કારણ રાજ્યમાં રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયુ. પ્રદર્શનકારીઓએ વિધાનસભા, સચિવાલયમાં ઘૂસવાની કોશિશ કરી, પોલિસ બેરીકેડ્સ તોડ્યા, આગ લગાવી અને તોડફોડ પણ કરી.