કુમાર વિશ્વાસે પોતાની જ પાર્ટી પર લગાવ્યો નિશાનો

Posted By:
Subscribe to Oneindia News

કુમાર વિશ્વાસે પોતાની જ આમ આદમી પાર્ટી પર નિશાનો સાધ્યો છે. શનિવારે ત્રણે રાજ્યોના પરિણામ પછી કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીને નિશાના પર લીધી છે. કુમાર વિશ્વાસનું કહેવું છે કે નોર્થ ઈસ્ટમાં આપને એક પણ સીટ નથી મળી. એટલું જ નહીં પરંતુ એક રાજ્યમાં નોટ કરતા પણ ઓછા વોટ મળ્યા છે.

kumar vishwas

કુમાર વિશ્વાસે ટવિટ કરીને જણાવ્યું હતું કે પોતાના અસુરક્ષાગ્રસ્ત વિચારોના પતન પર વિચાર કરવાની અપેક્ષા મતદાન અને મતગણતરીની પ્રક્રિયાઓ પર સવાલ કરવાવાળા નવપતિત આંદોલનકારીઓને જનતા ઈવીએમ ને બદલે આંગળીઓ પર ગણતરીઓ જેટલા વોટ આપી રહી છે.

આપણે જણાવી દઈએ કે નોર્થ ઈસ્ટમાં થયેલા ઈલેક્શનમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતું. નાગાલેન્ડ અને મેઘાલયમાં જનતા ઘ્વારા અરવિંદ કેજરીવાલની પાર્ટીને ચોખ્ખી ના પાડી છે. આ રાજ્યોમાં આમ આદમી પાર્ટી ને ખુબ જ ઓછા વોટ મળ્યા છે.

દરેક મુદ્દા પર બોલનાર આમ આદમી પાર્ટી ઘ્વારા તેમની હાર વિશે કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી. આ હાર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘ્વારા કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આમ આદમી પાર્ટી ઘ્વારા 8 જાન્યુઆરી દરમિયાન ઘોષણા કરવામાં આવી હતી કે તેઓ મેઘાયલ ની 60 વિધાનસભા સીટમાંથી 35 સીટો પર ઈલેક્શન લડશે. આ પહેલા ડિસેમ્બરમાં તેમને નાગાલેન્ડ ની બધી જ સીટો પર ઈલેક્શન લડવાની વાત કહી હતી.

આપણે જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ઈલેક્શન, દિલ્હી નગર નિગમ, અને યુપી ઈલેક્શન પછી આમ આદમી પાર્ટી નેતાઓ ઘ્વારા કેન્દ્ર સરકાર પર હુમલા કરવામાં આવ્યા હતા. પાર્ટી ઘ્વારા ઘણા દિવસો સુધી ઈવીએમ નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તે સમયે પણ કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે ઈવીએમ પર વાત કરવાને બદલે હારના કારણોનું મંથન કરવું જોઈએ.

English summary
Meghalaya Nagaland tripura election result kumar vishwas target aam aadmi party

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.