For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર સીએમ મહેબુબા મુફ્તીએ રાજીનામુ આપ્યું

જમ્મુ કાશ્મીર સરકારમાંથી ભાજપ હટી ગયા પછી સીએમ મહેબુબા મુફ્તી ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીર સરકારમાંથી ભાજપ હટી ગયા પછી સીએમ મહેબુબા મુફ્તી ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. મહેબુબા મુફ્તીએ રાજ્યપાલ નરેન્દ્ર નાથ વોહરાને પોતાનું રાજીનામુ સોંપી દીધું છે. ભાજપ ઘ્વારા સમર્થન પાછું લઇ લીધા પછી મુફ્તી સરકાર બહુમતથી દૂર થઇ ગયી. ત્યારપછી જમ્મુ કાશ્મીર સીએમ મહેબુબા મુફ્તીએ રાજીનામુ આપી દીધું. મહેબુબા મુફ્તીએ રાજીનામુ આપ્યાની જાણકારી પીડીપી પ્રવક્તા નઇમ અખ્તર ઘ્વારા આપવામાં આવી. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ અને પીડીપી છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક સાથે સરકારમાં હતા. મંગળવારે બપોરે ભાજપ ઘ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરીને જમ્મુ કાશ્મીર સરકારથી હટવા અંગે માહિતી આપી.

મહેબુબા મુફ્તી જવાબદાર

મહેબુબા મુફ્તી જવાબદાર

મંગળવારે બપોરે ભાજપના મહાસચિવ રામ માધવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ પીડીપી પાસેથી સમર્થન પાછું લઇ લીધું છે અને તેમના બધા જ મંત્રીઓ ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. રામ માધવે તેની પાછળ મહેબુબા મુફ્તીને જવાબદાર ગણાવી છે. તેમને જણાવ્યું કે જે ઈરાદાથી તેમને મહેબુબા મુફ્તી સાથે સરકાર બનાવી હતી કે સફળ રહ્યું નહીં એટલા માટે તેઓ સરકાર પાસેથી સમર્થન પાછું લઇ રહ્યા છે.

80,000 કરોડ રૂપિયાનું પેકેજ

80,000 કરોડ રૂપિયાનું પેકેજ

ભારતીય જનતા પાર્ટીનો મકસદ હતો કે શાંતિ બની રહે અને અહીં સારો એવો વિકાસ થાય. પરંતુ આજે સ્થિતિ ખુબ જ અલગ બની છે. કાશ્મીરમાં કટ્ટરવાદ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને દરેક સંભવ મદદ કરી છે. કેન્દ્ર સરકાર ઘ્વારા જમ્મુ કાશ્મીર સરકારને 80,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ આપવામાં આવ્યું છે.

સરકાર સતત નિષ્ફળ રહી

સરકાર સતત નિષ્ફળ રહી

રામ માધવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહેબુબા મુફ્તી સરકાર કાશ્મીર ઘાટીમાં પરિસ્થિતિ સંભાળી શક્યા નહીં. સરકાર સતત નિષ્ફળ રહી. સરકારે કામ કર્યું નહીં. આવી પરિસ્થિતિમાં ત્રણ વર્ષ સરકાર ચલાવ્યા પછી આખરે ભાજપે અલગ થવાનો નિર્ણય કર્યો છે.

English summary
mehbooba mufti resign as jammu kashmir chief minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X