For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત નહીં આવવા માટે મેહુલ ચોક્સીએ બીમારીનું બહાનું બનાવ્યું

ઇડીના અરજીની સુનાવણી દરમિયાન હીરા વેપારી મેહુલ ચોક્સીના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના ક્લાઈન્ટ ભારત નહીં આવી શકે કારણકે તેઓ શારીરિક રૂપે ફિટ નથી.

|
Google Oneindia Gujarati News

ઇડીના અરજીની સુનાવણી દરમિયાન હીરા વેપારી મેહુલ ચોક્સીના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના ક્લાઈન્ટ ભારત નહીં આવી શકે કારણકે તેઓ શારીરિક રૂપે ફિટ નથી. શનિવારે મુંબઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન મેહુલ ચોક્સીના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મેહુલ ચોક્સી શારીરિક રૂપે ફિટ નથી. તેઓ વીડિયો કોન્ફરન્સ ઘ્વારા પોતાનું નિવેદન નોંધાવી શકે છે અથવા તો ઇડી ઈચ્છે તો એન્ટીગુઆમાં જઈને તેમનું નિવેદન લઈને આવી શકે છે.

આ પણ વાંચો: PNB Scam: મેહુલ ચોક્સીના સાથી દીપક કુલકર્ણીની EDએ કરી ધરપકડ

ત્રણ મહિનાનો સમય

ત્રણ મહિનાનો સમય

પીએનબી બેન્કમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને દેશ છોડીને ભાગનાર મેહુલ ચોક્સીના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મેહુલ ચોકસીને પુરી રીતે સ્વસ્થ થવામાં ત્રણ મહિનાનો સમય લાગશે. તેવી પરિસ્થિતિમાં જાંચ એજન્સીઓને રાહ જોવી પડશે. એટલે કે મેહુલ ચોકસીને ભારત આવવામાં હજુ ત્રણ મહિનાનો સમય લાગશે.

મેડિકલ કન્ડિશનને કારણે ભારત આવવામાં અસમર્થ

મેડિકલ કન્ડિશનને કારણે ભારત આવવામાં અસમર્થ

મેહુલ ચોક્સીએ 30 ઓક્ટોબરે એક સ્પેશ્યલ પીએમએલએ કોર્ટને જણાવ્યું હતું કે તેમના સ્વાસ્થ્યની સ્થિતિને કારણે તેમનું ભારત આવવું અસંભવ છે. પોતાના નિવેદનમાં મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને સીબીઆઈ અથવા ઇડીમાં ફરિયાદ નોંધાયા પહેલા દેશ છોડ્યો હતો અને તેમને ભારત આવવાની ના પણ નથી પાડી. મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની મેડિકલ કન્ડિશનને કારણે તેઓ ભારત આવવામાં અસમર્થ છે.

41 કલાકની મુસાફરી કરવામાં અસમર્થ

41 કલાકની મુસાફરી કરવામાં અસમર્થ

મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ડાયાબિટીઝ સહીત બીજી ઘણી બીમારીઓ હોવાને કારણે તેઓ 41 કલાકની મુસાફરી કરવામાં અસમર્થ છે. આપને જણાવી દઈએ કે 4 જાન્યુઆરી દરમિયાન ભારતથી ભાગેલો મેહુલ ચોક્સી હવે એન્ટીગુઆ અને બાર્બુડાની નાગરિકતા લઇ ચુક્યો છે. મેહુલ ચોક્સી 7 જુલાઈએ અમેરિકામાં હતો, પરંતુ એજન્સીઓ ઘ્વારા જેવી તેને ભારત પાછો લાવવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી ત્યાં સુધીમાં તે કેરેબિયન દેશ એન્ટીગુઆ ભાગી ચુક્યો હતો.

English summary
Mehul Choksi is medically unfit to travel to India: Lawyer to court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X