For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેહુલ ચોક્સીનો નવો ડ્રામાઃ ‘41 કલાકનો પ્રવાસ કરીને ભારત ન આવી શકુ'

પંજાબ નેશનલ બેંક ગોટાળાનો આરોપી મેહુલ ચોક્સી બોમ્બે હાઈકોર્ટ સામે હાજર થવા માટે અસમર્થતા દર્શાવી છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંક ગોટાળાનો આરોપી મેહુલ ચોક્સી બોમ્બે હાઈકોર્ટ સામે હાજર થવા માટે અસમર્થતા દર્શાવી છે. ચોક્સીઓ પોતાના આરોગ્યનો હવાલો આપીને કહ્યુ કે તે ફ્લાઈટમાં 41 કલાકનો પ્રવાસ કરીને ભારત ન આવી શકુ. ચોકસીએ કોર્ટને કહ્યુ છે કે તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તપાસમાં શામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હજારો કરોડની છેતરપિંડી કરનારા મેહુલ ચોક્સીને ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ આપી છે.

mehul choksi

ઈડીની અરજી રદ કરવાની માંગ કરીને ચોક્સીએ કોર્ટને 34 પેજનો જવાબ મોકલ્યો છે. જેમાં તેણે કહ્યુ છે કે તે પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે પત્રાચારથી વાતચીત કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે એ પણ કહ્યુ છે કે અદાલતને ગુમરાહ કરવા માટે ઈડીએ જાણી જોઈને પીએનબી સાથે પત્રાચારથી થયેલી વાતચીત રજૂ કરી નહિ. ઈડીએ કોર્ટમાં અરજી આપીને દલીલ કરી છે કે ચોક્સીને ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરવામાં આવે અને તેની સંપત્તિઓને ભાગેડુ આર્થિક ગુના અધિનિયમ હેઠળ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવે.

ઈડીએ જાણીજોઈને સંપત્તિઓના ભાવ ઓછા ગણાવ્યા. ચોક્સીઓ પોતાના જવાબમાં કહ્યુ છે કે ઈડીએ જાણીજોઈને તેની સંપત્તિઓના ભાવ ઓછા ગણાવ્યા છે. જેથી વધુમાં વધુ સંપત્તિઓને ટાંચમાં લઈ શકાય. તમને જણાવી દઈએ કે ઈડીએ જે સંપત્તિઓને ટાંચમાં લીધી છે તેની અંદાજિત કિંમત 89 કરોડથી 537 કરોડ રૂપિયા વચ્ચે બતાવવામાં આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ચોક્સીએ સ્પેશિયલ જજ એમએસ આજમી સામે સોમવારે વકીલ સંજય અબોટ અને રાહુલ અગ્રવાલ દ્વારા જવાબ રજૂ કર્યો.

English summary
Mehul Choksi says to Bombay Court, Wanted to join investigation through video conferencing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X