For Quick Alerts
For Daily Alerts
વિંદૂ-મયપ્પનના રિમાન્ડ ખતમ, કરાયા 14 દિવસ સુધી જેલભેગા
મુંબઇ, 3 જૂન : આઇપીએલ સટ્ટેબાજી મામલાના આરોપી ગુરુનાથ મયપ્પન અને વિંદૂ દારા સિંહના પોલીસ રિમાન્ડ પૂરા થઇ ગયા છે. મુંબઇ પોલીસે આજે બંનેને કોર્ટમાં રજૂ કર્યા જ્યાંથી બંનેને 14 જૂન સુધી જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે. ગુરુનાથ મયપ્પનની 23 મેની રાત્રે મુંબઇમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અભિનેતા વિંદુ દારા સિંહ રંધાવાને 21 મેના રોજ પોલીસે ધરપકડ કરી હતી.
મુંબઇની કોર્ટે આઇપીએલમાં સટ્ટેબાજીના મામલે ગુરુનાથ મયપ્પન, વિંદુ અને બે અન્યની પોલીસ કસ્ટડી 3 જૂન સુધી વધારી હતી. ગયા શુક્રવારે પોલીસ કસ્ટડીની તારીખ પૂર્ણ થઇ રહી હતી. પરંતુ કોર્ટે મુંબઇ પોલીસની માંગણી પર બંનેની પોલીસ કસ્ટડીની મર્યાદા વધારી દીધી હતી.
મુંબઇ પોલીસે ગુરુનાથને પૂછપરછ માટે બોલાવ્યો હતો, બાદમાં ધરપકડ કરી લેવાઇ હતી. ગુરુનાથ પર આરોપ છે કે તેણે વિંદુ દારા સિંહ દ્વારા આઇપીએલ મેચોમાં સટ્ટેબાજી કરી અને વિંદુ દ્વારા સટ્ટેબાજોને ટીમ સાથે સંકળાયેલી જાણકારી આપી.