મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે BIMSTECના નેતા
નવી દિલ્હીઃ 30મી મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. મોદી સતત બીજીવાર દેશના પીએમ તરીકે શપથ લેશે. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે. આ શપથ ગ્રહણ સમારોહમાં કેટલાય મહેમાનો ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કેટલાય પાડોસી દેશને નેતા પણ સામેલ થશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત સરકારે BIMSTECના તમામ સભ્યોને પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કર્યા છે. આ સરકારની પાડોસી દેશોની નીતિ પર કેન્દ્રિત છે. BIMSTECના સભ્ય દેશ બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂટાન અને ભારત છે. ભારત તરફથી કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ જો શંઘાઈ સહયોગ સંગઠનના વર્તમાન અધ્યક્ષ છે અને મૉરીશસના પીએમને પણ આમંત્રણ આપ્યું છે. મૉરીશિયસના પીએમ આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસમાં મુખ્ય મહેમાન હતા.
વર્ષ 2014માં જ્યારે મોદીએ પહેલીવાર શપથ લીધી હતી, ત્યારે સાર્ક દેશોને આમંત્રિત કર્યા હતા. પાકિસ્તાનના તત્કાલીન પીએમ નવાઝ શરીફ પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. જો કે આ વર્ષે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને આમંત્રણ આપ્યું હોવાના કોઈ સંકેત નથી મળ્યા. પુલવામા હુમલા અને બાદમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલ એર સ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
શું કર્ણાટકમાં પણ બનશે ભાજપની સરકાર? કોંગ્રેસી નેતાએ કર્યો આવો દાવો