For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: ભારતમાં આ દોષીઓને ન મળી ગુનાઓની માફી, ચઢાવી દિધા ફાંસીએ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: નોઇડાના નિઠારી કાંડના દોષી સુરેન્દ્ર કોલીને અંતે સુપ્રીમ કોર્ટે મોતની સજા સંભળાવી દિધી. સુરેન્દ્ર કોલીને ગુરૂવારની રાતે ગાજિયાબાદની ડાસના જેલમાંથી મેરઠ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો. જ્યાં તેને ફાંસી પર ચઢાવવામાં આવશે.

ભારતમાં ફાંસીની સજા ગંભીર ગુનાઓમાં અથવા 'રેયર ઑફ ધ રેયરેસ્ટ' કેસમાં આપવામાં આવે છે. 39 વર્ષીય સુરેન્દ્ર કોલી છોકરીઓ સાથે બળાત્કાર ત્યારબાદ તેની હત્યા કરવાના ગુનામાં દોષી ગણવામાં આવ્યો હતો. સુરેન્દ્ર કોલીની હેવાનિયત ત્યારે તો ચરમ પર રહેતી હતી, જ્યારે તે તે જ છોકરીઓના ટુકડા ખાતો હતો અને બાકીને વધેલા ઘટેલા ટુકડાને બંગલાના કંપાઉંડમાં દફન કરી દેતો હતો. સુરિંદર કોલીનો પર્દાફાશ 2006માં થયો હતો. 15 જાન્યુઆરી 2011ના રોજ સુપ્રીમ કોર્ટે કેસની ફરીથી સુનાવણી કરતાં સુરિંદર કોલીને મોતની સજા સંભળાવી દિધી.

સુરેન્દ્ર કોલીને મેરઠ જેલમાં ફાંસીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં 40 વર્ષ કોઇને ફાંસીએ લટકાવવામાં આવશે. અહીંની જેલમાં ફાંસી પર લટકનાર સુરેન્દ્ર કોલી 18મો ગુનેગાર હશે. આ પહેલાં અહીં 1975માં ફાંસી આપવામાં આવી હતી.

અહીં અમે તમને ભારતના કેટલાક એવા લોકો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી. સ્લાઇડર પર ક્લિક કરો અને જુઓ ભારતન કેટલાક એવા લોકો જેમને ગુનાઓ પર માફી નહી, ફાંસી મળી.

 મુંબઇ હુમલાનો દોષી

મુંબઇ હુમલાનો દોષી

મુંબઇ હુમલાનો દોષી અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ પૂણે સ્થિત યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે મુંબઇ 26/11 હુમલામાં એકમાત્ર પકડાઇ ગયેલા આ આતંકવાદીની દયા અરજીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નકારી કાઢી હતી. ત્યારબાદ તેને ફાંસી આપવામાં આવી.

 સંસદ પર હુમલાનો દોષી

સંસદ પર હુમલાનો દોષી

ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો કરવાના ગુનામાં દોષી ગણવામાં આવેલા આતંકવાદી અફજલ ગુરૂને ફેબ્રુઆરી 2013માં ફાંસીએ લટકાવવામાં આવ્યો. તેને તિહાડની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેની દયા અરજીને પણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નકારી કાઢી હતી.

14 વર્ષની બાળકી સાથે રેપ તથા હત્યા

14 વર્ષની બાળકી સાથે રેપ તથા હત્યા

કલકત્તાના ધનંજય ચેટર્જીને 14 ઓગષ્ટ 2004ના રોજ ફાંસીની સજા આપવામાં આવી હતી. 14 વર્ષીય બાળકી સાથે બળાત્કાર અને પછી હત્યા કરવાના આરોપમાં તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. તેના પરિવારજનોએ પણ દયાની અરજી કરી હતી. પરંતુ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેને નકારી કાઢી હતી.

સીરિયલ કિલર

સીરિયલ કિલર

બે વર્ષોમાં છ નૃશંસ હત્યાઓ કરવાના અપરાધમાં શંકરને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. વર્ષ 1991માં તેને પોતાના સહયોગીઓની સાથે તમિલનાડુના સલેમ સેંટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ તમિલનાડુમાં આપવામાં આવેલી અંતિમ ફાંસી હતી.

 ગોપાલગંજના ડીએમની હત્યા

ગોપાલગંજના ડીએમની હત્યા

બિહારના પરમહંસ યાદવને ગોપાલગંજના ડીએમ એનપીએન શર્માની હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવી હતી. વર્ષ 1988માં તેને ફાંસી આપવામાં આવી હતી.

 વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા

વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા

વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના બે સિખ બૉડીગાર્ડે 31 ઓક્ટોમ્બર, 1984ના રોજ તેમની હત્યા કરી હતી. જેમાંથી એક હતો સતવંત સિંહ. જ્યારે બીજો બૉડીગાર્ડ બેંત સિંહનું મૃત્યું ઘટનાસ્થળ પર થઇ ગયું હતું. સતવંત સિંહને 6 જાન્યુઆરી 1989ના રોજ ફાંસીએ ચઢાવવામાં આવ્યો.

બે બાળકોનું અપહરણ અને હત્યા

બે બાળકોનું અપહરણ અને હત્યા

બે બાળકો ગીતા અને સંજય ચોપડાનું અપહરણ કરી તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના કેસમાં કુલજીત સિંહ (રંગ્ગા) અને જસબીર સિંહ (બિલ્લા)ને ફાંસીની સજા આપવામાં આવી હતી. તેમને 1982માં ફાંસી પર લટકાવવામાં આવ્યા.

મહાત્મા ગાંધીની હત્યા

મહાત્મા ગાંધીની હત્યા

નાથુરામ ગોડસેને 30 જાન્યુઆઅરી, 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી દિધી હતી. જેના માટે નાથુરામ ગોડસેને 15 નવેમ્બર 1949 નારોજ અંબાલાની જેલમાં સજા-એ-મૌત મળી.

English summary
The convict of brutal Nitharikand, surendra koli got capital punishment. He will be hanged in Meerut jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X