For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૌનશોષણનો ખુલાસો કરનાર 9 મહિલાકર્મીઓ આકાશવાણીથી બહાર

મધ્યપ્રદેશના શહડોલમાં આવેલા ઓલ ઇન્ડિયા રેડિયો ઘ્વારા 9 મહિલા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના શહડોલમાં આવેલા ઓલ ઇન્ડિયા રેડિયો ઘ્વારા 9 મહિલા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. બધી જ 9 મહિલાઓ ઘ્વારા ગયા વર્ષે સ્ટેશનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રત્નાકર ભારતી પર યૌનશોષણના આરોપ લગાવ્યા હતા. આખા મામલે રત્નાકર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ અને ઓલ ઇન્ડિયા રેડિયો જાંચ કમિટીએ લગભગ એક વર્ષ પહેલા તેને દોષી પણ ગણાવ્યો. તેમ છતાં રત્નાકર હજુ પણ ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીમાં કામ કરી રહ્યો છે, જયારે બધી જ 9 મહિલા કર્મચારીઓની સેવા પુરી કરી દેવામાં આવી છે.

me too

આવા જ કેટલાક મામલા બીજા પણ કેટલાક શહેરોથી આવી રહ્યા છે. ધર્મશાળા, ઓબરા, સાગર, રામપુર અને દિલ્હી સ્ટેશનોમાં ઓલ ઇન્ડિયા રેડિયો કર્મચારી યુનિયનનું કહેવું છે કે હાલમાં જ આ સ્ટેશન પર યૌનશોષણ આરોપીઓને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા છે, જયારે ફરિયાદ કરનાર મહિલાઓને નોકરી છોડવા માટે કહેવામાં આવ્યું છે. બધા જ સ્ટેશન પર યૌનશોષણ મામલા ગંભીરતાથી લેવા માટે યુનિયન તરફથી પ્રસાર ભારતી ચીફને પત્ર લખવામાં આવ્યો છે.

ટીઓઆઈ અનુસાર ઓલ ઇન્ડિયા રેડિયો ડીજી ફૈયાઝ શહરયાર અનુસાર જે પણ મામલા સામે આવ્યા છે તેમની આંતરિક કમિટી ઘ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે શહડોલમાં રત્નાકર વિરુદ્ધ ફરિયાદ આવ્યા પછી તેનું તરત દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું અને હજુ પણ તે કમિટીની સખત નજરમાં છે.

ડીજી ફૈયાઝ શહરયાર અનુસાર રત્નાકર વિરુદ્ધ ફરિયાદ અને મહિલાઓની સેવા પુરી કરવા વચ્ચે કોઈ જ સંબંધ નથી.

English summary
MeToo AIR Shahdol MP station 9 women employees complainants sacked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X