For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધી

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કેન્દ્રીય મંત્રી એમજે અકબર ઉપર લાગેલા યૌન શોષણના આરોપો પર કહ્યુ કે તેમની સામે તપાસ થવી જોઈએ.

|
Google Oneindia Gujarati News

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કેન્દ્રીય મંત્રી એમજે અકબર ઉપર લાગેલા યૌન શોષણના આરોપો પર કહ્યુ કે તેમની સામે તપાસ થવી જોઈએ. ગાંધીએ કહ્યુ કે એમજે અકબરની તપાસ થવી જોઈએ. ઉંચા હોદ્દા પર બેઠેલા પુરુષો હંમેશા આવુ કરે છે. મેનકા ગાંધી પહેલી ભાજપ નેતા છે જેમણે પૂર્વ પત્રકાર અને વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર અંગે નિવેદન આપ્યુ છે. એમજે અકબર પર અમુક મહિલા પત્રકારોએ #MeToo આંદોલન હેઠળ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

મેનકા ગાંધીએ કહ્યુ, ‘તપાસ થવી જોઈએ'

મેનકા ગાંધીએ કહ્યુ, ‘તપાસ થવી જોઈએ'

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ એમજે અકબર પર નિવેદન આપ્યુ છે. ગાંધીએ કહ્યુ, ‘તપાસ થવી જોઈએ. ઉંચા હોદ્દા પર બેઠેલા પુરુષો હંમેશા આવુ કરતા હોય છે. આ કંપનીઓમાં કામ કરતા મીડિયા, રાજકારણ અને વરિષ્ઠ નાગરિકો પર લાગુ થાય છે. હવે જ્યારે મહિલાઓએ વાત કરવાનું શરૂ કરી દીધુ છે તો આપણે તેને ગંભીરતાથી લેવુ જોઈએ.' મેનકા ગાંધીએ આગળ કહ્યુ કે મહિલાઓ પહેલા આવી વાત કરતા ડરતી હતી.

આ પણ વાંચોઃ નવરાત્રી વિશેષઃ પહેલા દિવસે આ રીતે કરો મા શૈલપુત્રીની પૂજાઆ પણ વાંચોઃ નવરાત્રી વિશેષઃ પહેલા દિવસે આ રીતે કરો મા શૈલપુત્રીની પૂજા

એમજે અકબર પર ચૂપ રહ્યા સુષ્મા સ્વરાજ

એમજે અકબર પર ચૂપ રહ્યા સુષ્મા સ્વરાજ

‘મહિલાઓ બોલવાથી ડરતી હતી કારણકે તેમને લાગતુ હતુ કે લોકો તેમની મજાક ઉડાવશે અથવા તેમના કેરેક્ટર પર સવાલ ઉઠાવશે. હવે જ્યારે તેમણે બોલવાનું શરૂ કરી દીધુ છે તો આપણે તેમના આરોપોને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરવી જોઈએ.' એક તરફ મેનકા ગાંધીએ એમજે અકબર સામે તપાસ માટે કહ્યુ ત્યાં બીજી તરફ સુષ્મા સ્વરાજને પૂછવામાં આવ્યુ તો તેમણે આ અંગે કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો. મંગળવારે બપોરે જ્યારે સુષ્મા સ્વરાજને આ મામલે પ્રતિક્રિયા માંગી તો તે કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી જતા રહ્યા.

પોતાના પર લાગેલા આરોપો પર ચૂપ છે અકબર

પોતાના પર લાગેલા આરોપો પર ચૂપ છે અકબર

વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરના ઉપર ઘણી મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પત્રકારોનું કહેવુ છે કે અકબર હોટલના રૂમમાં તેમનો ઈન્ટરવ્યુ લેતા હતા. જ્યાં તેમને શરાબ અને બેડ પર બેસવાની રજૂઆત કરવામાં આવતી હતી. મહિલા પત્રકારોએ અકબરના વ્યવહારને વાંધાજનક ગણાવતા કહ્યુ કે ન્યૂઝરૂમમાં પણ તેમનો વ્યવહાર અયોગ્ય રહેતો હતો. અકબરે હજુ સુધી પોતાના પર લાગેલા આરોપો પર કોઈ સ્પષ્ટતા આપી નથી. વળી, ભાજપ સાંસદ ઉદિત રાજે તેમનો બચાવ કર્યો છે.

આ પણ વાંચોઃ આજે પેટ્રોલના ભાવ ન વધ્યા, ડીઝલ 26 પૈસા મોંઘું થયુંઆ પણ વાંચોઃ આજે પેટ્રોલના ભાવ ન વધ્યા, ડીઝલ 26 પૈસા મોંઘું થયું

English summary
#MeToo: Maneka Gandhi Says 'There Should Be An Investigation' On Sexual Harassment Allegations On MJ Akbar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X