કોરોના કહેર વચ્ચે આજે મેટ્રો ટ્રેન દોડતી થશે, જાણી લો આ નવા નિયમ
નવી દિલ્હીઃ 5 મહિના સુધી બંધ રહ્યા બાદ સોમવારથી દિલ્હી સહિત દેશભરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. જો કે આજથી શરૂ થઈ રહેલ મેટ્રો ટ્રેનનો સફર સંપૂર્ણપણે બદલાઈ જશે. દિલ્હી મેટ્રોની વાત કરીએ તો તેને ત્રણ તબક્કામાં શરૂ કરવામાં આવશે. સરકારે લોકોને અપીલ કરી છે કે જરૂરત હોય તો જ મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવો. દિલ્હી મેટ્રો રેલવે નિગમના અધિકારીઓએ મેટ્રો ટ્રેનના પરિચાલનની તૈયારીઓ પૂરી કરી લીધી છે. સફર પહેલા જાણી લો જરૂરી નિયમ.

કયાં કયાં મેટ્રો સ્ટેશન ખુલશે
સોમવારથી દિલ્હી મેટ્રોનું પરિચાલન શરૂ થવા જઈ રહ્યું છે. DMRCએ કહ્યું કે આ દરમિયાન કંટેનમેન્ટ ઝોનમાં આવેલ સ્ટેશન બંધ રહેશે. એટલું જ નહિ DMRCના અધિકારીઓએ અગાઉ પણ ચેતવ્યા હતા કે જો યાત્રી સામાજિક દૂરીના નિયમોનું પાલન નહિ કરે તો તેને ટ્રેનમાં સફર કરવા દેવામાં નહિ આવે. દિલ્હી મેટ્રોને ત્રણ તબક્કામાં શરૂ કરવામાં આવી રહી છે. જેના પહેલા તબક્કામાં 7 સપ્ટેમ્બરે દિલ્હી મેટ્રોની યેલો લાઈન ખોલવામાં આવશે, જેમાં સમયપુર બાદલીને ગુરુગ્રામના હુડા સિટી સેન્ટરની વચ્ચે મેટ્રો દોડશે. જ્યારે રેપિડ મેટ્રો આજથી દોડશે. આ રૂટ પર કુલ 37 સ્ટેશન છે.

મેટ્રો ટ્રેનનું ટાઈમિંગ
DMRC મુજબ 7 સપ્ટેમ્બરથી શરૂ થનાર દિલ્હી મેટ્રોની ટ્રેન સવારે 7 વાગ્યેથી બપોરના 11 વાગ્યા સુધી અને સાંજના 4 વાગ્યેથી રાતના 8 વાગ્યા સુધી જ ચાલશે. જ્યારે દિલ્હીમાં મેટ્રોમાં સફર માટે જાહેર કરાયેલ ગાઈડલાઈન્સનું સખ્તાઈથી પાલન કરાશે. મેટ્રોમાં સફભર કરવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનિટાઈઝેશન જરૂરી ગાઈડલાઈન્સનું સખ્તાઈથી પાલન કરવું પડશે.

આ વાતોનું ધ્યાન રાખવું પડશે
ડીએમઆરસીએ લોકોને ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવા કહ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખતાં યાત્રા કરવાની અપીલ કરી છે. જ્યારે યાત્રીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે DMRCએ મેટ્રો સ્ટેશનના માત્ર એક કે બે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ જ ખોલવાનો ફેસલો લીધો છે. લોકોને www.delhimetrorail.com પર જઈ કયાં રેલવે સ્ટેશન ખુલશે અને મેટ્રોમાં સફર અંગેના નયમો જાણી શકે છે. ગાઈડલાઈનનું પાલન કરાવી શકાય તે માટે સફરમાં 1000 નવા સ્ટાફની તહેનાતી કરવામાં આવી છે.
જ્યુડિથ રવિને દક્ષિણ ભારતમાં અમેરિકાના કાઉંસિલ જનરલનું પદ સંભાળ્યું

યાત્રીઓની સંખ્યા 20 ટકા ઘટાડી
દિલ્હી મેટ્રોએ ગાઈડલાનનું પાલન કરાવવા માટે સફરમાં યાત્રીઓની સંખ્યા 20 ટકા ઘટાડી દીધી છે. કોઈપણ સ્ટેશન પર લિફ્ટમાં એકવાર મહત્તમ ત્રણ યાત્રીઓને જાવાની મંજૂરી મળશે. ટ્રેનના સ્ટૉપેજનો ટાઈમ વધારી દેવામાં આવ્યો છે, જેથી લોકો ધક્કા મુક્કી વિના આરામથી નીકળી શકે. હવે દરેક સ્ટેશન પર મેટ્રો 20-25 સેકન્ડ ઉભશે. જ્યારે ઈન્ટરચેન્જ સુવિધાની અવધીને વધારી 55-60 સેકન્ડ કરી દેવામાં આવશે. મેટ્રોની અંદર યાત્રીઓએ 1 સીટ છોડીને બેસવું પડશે. જ્યારે ઉભીને યાત્રા કરતા યાત્રીઓએ પણ સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરવું પડશે અને માસ્ક લગાવી રાખવું પડશે.