For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપ પીડિતાના ‘ટુ ફિંગર ટેસ્ટ' માટે મનાઈ, ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન

ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જાહેર કરીને કહ્યુ છે કે રેપ મામલે પીડિતા સાથે ડૉક્ટર સંવેદનશીલતાથી વર્તે.

|
Google Oneindia Gujarati News

ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જાહેર કરીને કહ્યુ છે કે રેપ મામલે પીડિતા સાથે ડૉક્ટર સંવેદનશીલતાથી વર્તે. ગૃહ મંત્રાલય તરફથી દિશા-નિર્દેશ જાહેર કરીને જણાવવામાં આવ્યુ છે કે રેપ પીડિતાની મેડીકલ તપાસ દરમિયાન તેઓ શું નથી કરી શકતા અને કયા પ્રકારના સવાલ નથી પૂછી શકતા. આ વર્ષે 25 જુલાઈના રોજ ગૃહ મંત્રાલય તરફથી આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

rape

ગાઈડલાઈનમાં ડૉક્ટરોને કહેવામાં આવ્યુ છે કે રેપ પીડિતાની મેડીકલ તપાસ દરમિયાન તેઓ બમણો ભૂમિકા ભજવે. પહેલી, તેઓ પીડિતા સાથે મેડીકલ સારવાર ને મનોવૈજ્ઞાનિક રીતે તેની મદદ કરે. બીજુ, મેડીકલ તપાસ દરમિયાન પીડિતાને મદદ કરતા ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં પણ તેની મદદ કરે.

ગાઈડલાઈનમાં પીડિતાના વેજિનલ ટેસ્ટ માટે મનાઈ કરવામાં આવી છે. સાથે ટુ ફિંગર ટેસ્ટ માટે પણ મનાઈ કરવામાં આવી છે. પીડિતાની જૂની સેક્સ લાઈફ કે રેપ પહેલા તેની વર્જિનિટી અંગે કોઈ કમેન્ટ ન કરવામાં આવે. આ બધાને કેસની સુનાવણીમાં કોઈ મહત્વ આપવામાં આવે. મહિલાઓ સાથે સાથે સમલૈંગિક કે પુરુષ સાથે યૌન શોષણ મામલે આ ગાઈડલાઈન જારી થશે.

આ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીનું શરીર તિરંગામાં લપેટાયુ, શું છે રાજકીય સમ્માન?આ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીનું શરીર તિરંગામાં લપેટાયુ, શું છે રાજકીય સમ્માન?

English summary
MHA to doctors No virginity test or comments on rape victim sex life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X