• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુકાનો ખોલવાના આદેશ પર ગૃહ મંત્રાલયે જારી કર્યુ સ્પષ્ટીકરણ, જાણો શું કહ્યુ

|

કોરોના વાયરસ(કોવિડ-19) સંકટના કારણે દેશમાં અત્યારે લૉકડાઉન લાગેલુ છે જે 3 મે સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને અમુક દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી હતી. આ સાથે જ અમુક શરતો પણ રાખવામાં આવી છે. જેવી કે માસ્ક પહેરવુ અનિવાર્ય હશે અને બધાએ સામાજિક અંતરનુ પાલન કરવુ પડશે. હવે ગૃહ મંત્રાલયે દુકાનો ખોલવાના આદેશ વિશે એક સ્પષ્ટીકરણ જારી કર્યુ છે.

મંત્રાલયે સ્પષ્ટીકરણમાં શું કહ્યુ?

મંત્રાલયે સ્પષ્ટીકરણમાં શું કહ્યુ?

 • ગૃહ મંત્રાલયની રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં શૉપિંગ મૉલની દુકાનો છોડીને બધી દુકાનો ખોલવાની અનુમતિ છે.
 • શહેરી ક્ષેત્રોમાં બધી એકલ દુકાનો, પડોશની દુકાનો,આવાસીય પરિસરોમાં દુકાનો ખોલવાની અનુમતિ છે પરંતુ અહીં બજાર/બજાર પરિસર અને શોપિંગ મૉલમાં દુકાનો ખોલવાની અનુમતિ નથી.
 • એ સ્પષ્ટ કરવામાં આવે છે કે ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા વેચાણ માત્ર જરૂરી વસ્તુઓ માટે ચાલુ રહેશે.
 • જારી કરેલ સ્પષ્ટીકરણ અનુસાર આ એક વાર ફરીથી સ્પષ્ટ કરવામાં આવે છે કે દારૂ અને અન્ય સામાનના વેચાણ પર પ્રતિબંધ ચાલુ રહેશે.
અહીં પણ નહિ ખુલે દુકાનો

અહીં પણ નહિ ખુલે દુકાનો

ગૃહ મંત્રાલય અનુસાર જેમ કે કૉન્સોલિડેટેડ સંશોધિત દિશા-નિર્દેશોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ દુકાનોને એ ક્ષેત્રોમાં ખોલવાની અનુમતિ નહિ આપવામાં આવે, ભલે તે ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં હોય, જેમને સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા કન્ટેનમેન્ટ ઘોષિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં કોરોનાના કારણે 1258 મોત, પહેલી વાર આવ્યા સારા સમાચારઆ પણ વાંચોઃ અમેરિકામાં કોરોનાના કારણે 1258 મોત, પહેલી વાર આવ્યા સારા સમાચાર

આ શરતોનુ પાલન કરવુ પડશે

આ શરતોનુ પાલન કરવુ પડશે

 • માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે.
 • બધા કામ કરતા લોકોએ માસ્ક પહેરવુ અનિવાર્ય છે.
 • બધાએ સામાજિક અંતર એટલે કે સોશઇયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવુ પડશે.
 • ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી છૂટ એ દુકાનોને નહિ મળે જે કોરોના હૉટસ્પૉટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે.

આ સેવાઓ પર ચાલુ રહેશે પ્રતિબંધ

આ સેવાઓ પર ચાલુ રહેશે પ્રતિબંધ

 • નગર નિગમો અને નગરપાલિકાઓની સીમાની બહાર મલ્ટી-બ્રાંડ અને સિંગલ બ્રાંડના મૉલમાં દુકાનો નહિ ખુલે.
 • નગર નિગમો અને નગરપાલિકાઓની સીમાની અંદર બજાર પરિસરો, મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મૉલની દુકાનો હાલમાં નહિ ખોલી શકાય.
 • સિનેમા હૉલ, મૉલ, શૉપિંગ કૉમ્પ્લેક્સ, જિમ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર, બાર અને ઑડિટોરિયમ, અસેમ્બલી હ઼લ બંધ રહેશે.
 • મોટી દુકાનો, બ્રાંડ અને અઠવાડિયામાં એક દિવસ લાગતુ બજાર બંધ રહેશે.
 • શહેરી વિસ્તારોમાં નહેરુ પ્લેસ, લાજપત નગર વગેરે જેવા બજાર પરિસર નહિ ખુલે.

કઈ દુકાનો ખુલશે?

કઈ દુકાનો ખુલશે?

 • દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એ દુકાનો, જે શૉપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે તેમને શનિવારથી ખોલવામાં આવી શકે છે.
 • ગૃહ મંત્રાલય તરફથી જારી આદેશ અનુસાર કેન્દ્ર સરકારે આવાસીય કૉલોનીઓની નજીક બનેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે.
 • જે નગરપાલિકા નિગમો અને નગરપાલિકોની સીમાની અંદર આવતી હોય. નગર નિગમો અને નગર પાલિકાઓની બહાર સ્થિત રજિસ્ટર્ડ માર્કેટ પણ આજથી ખુલી શકશે.
 • જો કે દુકાનોમાં માત્ર 50 ટકા કર્મચારી જ કામ કરી શકશે. બધાએ માસ્ક પહેરવુ ફરજિયાત હશે અને સોશિયલ ડિસ્ટંસીંગની સીમામાં રહેવુ પડશે.
 • ગૃહ મંત્રાલયના આદેશ મુજબ નૉન હૉટસ્પૉટ એરિયામાં આજથી સલૂન અને બ્યુટી પાર્લર પણ ખોલવામાં આવી શકશે.
 • અહીંથી પણ સોશિયલ ડિસ્ટંસીગનુ પાલન કરવાનુ રહેશે અને માસ્ક લગાવવુ પણ જરૂરી છે.
 • ગ્રામીણ અને અર્ધ ગ્રામીણ વિસ્તારોમાં પણ બધી દુકાનોને ગૃહ મંત્રાલયની શરતો અનુસાર ખોલવામાં આવી શકે છે.
 • શહેરી વિસ્તારમાં આવાસીય કૉલોની પાસે બનેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનોમાં બિન જરૂરી વસ્તુઓ અને સેવાઓ પણ આજથી શરૂ કરવામાં આવી શકે છે.
 • ગ્રામીણ વિસ્તારોમાં બધા પ્રકારની દુકાનોમાં બિન જરૂરી વસ્તુઓ અને સેવાઓ પણ આજથી શરૂ થઈ શક છે.
 • કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે આજથી આસપાસની બધી નાની દુકાનોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

દેશમાં 24506 થઈ સંક્રમિતોની સંખ્યા

દેશમાં 24506 થઈ સંક્રમિતોની સંખ્યા

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1429 નવા કેસ સામે આવ્યા છે અને 57 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 24,506 થઈ ગઈ છે. આમાં 18,668 સક્રિય કેસ છે, 5063 લોકો રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત છે અને કુલ 775 મોત થયા છે.

English summary
MHA issues clarification on order allowing the opening of shops during lockdown covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X