For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જોધપૂરમાં ફાઈટર જેટ મિગ-27 થયું ક્રેશ

રાજસ્થાનના જોધપુર સ્થિત દેઓલિયા ગામમાં મંગળવારે ભારતીય આર્મીનું ફાઈટર જેટ મિગ 27 ક્રેશ થયું

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના જોધપુર સ્થિત દેઓલિયા ગામમાં મંગળવારે ભારતીય આર્મીનું ફાઈટર જેટ મિગ 27 ક્રેશ થયું. સદ્ભાગ્ય પાયલટ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. અંદાજો પણ ન લગાવી શકીએ તેવી ભયાનક ઘટના ઘટી હતી, ક્રેશની થોડી પળોમાં જ સંપૂર્ણ જેટ ખાખ થઈ ગયું હતું. ઘટના બાદ ગ્રામજનો પાયલટની મદદે દોડી આવ્યા હતા. ક્રેશ થયું તે જેટ જોધપુર એરબેઝથી ટેક ઑફ થયું હતું.

MiG-27

પાયલટ સુરક્ષિત
જેટ જેવું જ ક્રેશ થયું, પાયલટે પેરાશૂટની મદદથી કૂદીને ખુદનો જીવ બચાવ્યો. જો કે ગામના લોકો તુરંત દોડી આવ્યા હતા અને એમના હાલચાલ પૂછ્યા હતા. એક શક્સને વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે કે, 'ભૈયા હમ આ રહે હૈ..' આની સાથે જ તે પાયલટને સવાલ કરે છે કે શું તેઓ એકલા છે? પાયલટને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યા મુજબ બે ત્રણ એર જેટ ઉડી રહ્યા હતાં ત્યારે જ એકમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો, તેના પાયલટે પેરાશૂટથી છલાંગ લગાવી દીધી અને તે એક ખેતરમાં પડ્યા.

જોધપુરમાં જ છે બે સ્ક્વાડ્રન
ભારતે મિગ-27 સ્ક્વાડ્રનને રિટાયર કરી દીધું છે પરંતુ જોધપુરમાં હજુ તેના બે સ્ક્વાડ્રન છે. આ બંને સ્ક્વાડ્રનમાં અપગ્રેડેડ મિગ-27 તહેનાત કરવામાં આવ્યાં છે. આઠ જૂને આઈએએફનું જગુઆર ફાઈટર જેટમાં લેન્ડિંગ સમયે ટેક્નિકલ ખામી સર્જાતાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ જેટે ગુજરાતના જામનગર એરબેઝથી ઉડાણ ભરી હતી અને તે એક રૂટિન મિશન પર હતું. જેના માત્ર ત્રણ દિવસ પહેલા 5 જૂને એર કમોડોર સંજય ચૌહાણ જે જગુઆરને ઉડાવી રહ્યા હતા, તે પણ ટેક ઑફ કર્યાના કેટલીક મિનિટો બાદ જ ગુજરાતના મુંદ્રામાં ક્રેશ થઈ ગયું હતું. આ ઉપરાંત જૂનમાં જ આઈએએફનું સુખોઈ ફાઈટર જેટ પણ ક્રેશ થયું હતું.

English summary
Video: Watch how villagers of Jodhpur's Deolia village saves the life of the pilot of MiG-27 crashes today in Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X