કોલકત્તામાં દૂર્ગા પંડાલમાં મા અંબાની જગ્યાએ પ્રવાસી મજૂર મહિલાની મૂર્તિ કેમ?
કોલકત્તાઃ બંગાળમાં દૂર્ગા પૂજા ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આખુ વર્ષ લોકો આ તહેવારની રાહ જુએ છે. આ વર્ષે કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં ભવ્ય કાર્યક્રમ થવાના નથી પરંતુ કોરોના વાયરસ માટે જારી ગાઈડલાઈન્સ મુજબ લોકો પોત પોતાની રીતે આ વખતે તહેવારની ઉજવણી કરવાના છે. કોલકત્તાના દૂર્ગા પૂજા પંડાલોમાં આ વખતે એક ખાસ વાત જોવા મળશે.
તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ કોલકત્તાના બેહાલા વિસ્તારમાં એક દૂર્ગા પૂજા કમિટીએ આ વખતે પોતાના પંડાલમાં એક અપ્રવાસી મહિલાની મૂર્તિ લગાવવાનો નિર્ણય કર્યો છે જેના ખોળામાં એક નાનુ બાળક પણ છે. પૂજા કમિટીના સંચાલકોએ કહ્યુ કે તેમણે કોરોના વાયરસ દરમિયાનપ્રવાસી મજૂર મહિલાઓના દુઃખને પ્રદર્શિત કરવા માટે આ મૂર્તિ લગાવવાનો નિર્ણય કર્યો છે, આ મૂર્તિ માત્ર તેમના દુઃખને જ પ્રદર્શિત નથી કરતી પરંતુ તેમના સાહસને પણ સલામ કરે છે કે જે દુઃખની ઘડીમાં સાહસ અને ધીરજનો પરિચય આપ્યો. તે મા દૂર્ગાના રૂપમાં બળબળતા તડકામાં ભૂખી-તરસી રહીને પોતાના બાળકોને દરેક મુસીબતથી બચાવીને જતી હતી.
આ પંડાલમાં મા દૂર્ગાની જ નહિ પરંતુ મા લક્ષ્મી અને મા સરસ્વતીની મૂર્તિની જગ્યાએ અપ્રવાસી મજૂરોની બાળકીઓને પ્રદર્શિત કરવામાં આવી છે. આ બધા સાથે એક હાથીના માથાવાળા બાળકને પ્રદર્શિત કરવામાં આવ્યુ છે કે જે ભગવાન ગણેશ રૂપે દર્શાવાયુ છે. તમને જણાવી દઈએ કે આ પંડાલે 'રાહત' થીમ પર કામ કર્યુ છે. સોશિયલ મીડિયા પર આ પંડાલની અત્યારથી ઘણી ચર્ચા છે. લોકો આ પંડાલની મૂર્તિને જોવા માટે ઘણા ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે આદિશક્તિનુ પર્વ એટલે કે નવરાત્રિની શરૂઆત 17 ઓક્ટોબરથી થઈ રહી છે.
ધોનીની દીકરી પર અભદ્ર ટિપ્પણી કરનારને લઈ રાંચી પહોંચી પોલિસ