For Quick Alerts
For Daily Alerts
શ્રીનગરમાં આતંકવાદી હુમલો, CISFનો જવાન શહીદ
શ્રીનગર, 23 સપ્ટેમ્બર : શ્રીનગરમાં સોમવારે થયેલા આતંકી હુમલામાં સીઆઇએસએફનો એક જવાન શહીદ થઇ ગયો છે, જ્યારે એક અન્ય ઘાયલ થઇ ગયો છે. આ હુમલો આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ થયો જ્યારે સીઆઇએસએફના બે જવાન ઇકબાલ પાર્કના નજીક આવેલા ગીચ બજારમાં ખરીદી કરી રહ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓની સંખ્યા બે હતી જેમણે સાયલેન્સર લાગેલી પિસ્તોલોનો ઉપયોગ કર્યો અને જવાનોને નજીકથી ગોળી મારી દીધી. આ દરમિયાન જવાનો પાસે કોઇ હથિયાન ન્હોતા. તેમણે જણાવ્યું કે જવાનોને અત્રેની એક હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થઇ ગયું તેમજ અન્યની સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે સુરક્ષાદળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધી છે અને હુમલાખોરોની ઘરપકડ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે હજી સુધી આતંકવાદીઓના પકડાયાના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
નોંધનીય બાબત એ છે કે શ્રીનગરમાં અવારનવાર આ પ્રકારના હુમલાઓ થતા રહે છે અને આતંકવાદીઓ સંતાઇને આપણા જવાનો પર હુમલો કરીને જતા રહે છે અને આવા આતંકવાદીઓની કોઇ ભાળ મળી શકતી નથી. જોકે આના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સરખી જવાબદાર છે.