મુખ્તારની પત્ની અને નજીકના મિત્રોની કરોડોની જમીન પર યોગી સરકારે કર્યો કબ્જો, ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી
લખનઉ : ઉત્તર પ્રદેશમાં માફિયા મુખ્તાર અંસારી, તેના સંબંધીઓ અને સહયોગીઓની સંપત્તિઓને જપ્ત કરીને જપ્ત કરવાનું યોગી સરકારનું અભિયાન ચાલી રહ્યું છે. રવિવારના રોજ ઉત્તર પ્રદેશ પોલીસે લખનઉમાં મુખ્તાર અંસારીની જમીન જપ્ત કરી હતી. ભૂમાફિયાની પત્નીના નામે હતી. પોલીસે ગેંગસ્ટર એક્ટ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મુખ્તાર અંસારી ગેંગના સભ્યો મહમૂદ અહેમદ અને સુરેશ સિંહની મિલકતો પણ પોલીસે જપ્ત કરી લીધી છે. 33.10 લાખની કિંમતના મેહમૂદ અહેમદના ચાર વાહનો પોલીસે જપ્ત કર્યા છે. આ સાથે કડક કાર્યવાહી કરીને મૌના ડીએમ દ્વારા સુરેશ સિંહની 1.80 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે
લખનઉના હુસૈનગંજમાં મુખ્તાર અંસારીએ પત્ની અફશા અંસારીના નામે લગભગ ત્રણ કરોડની જમીન ખરીદી હતી, જેને ઉત્તર પ્રદેશ પોલીસે રવિવારના રોજ જપ્ત કરી લીધી હતી. આઝમગઢ પોલીસે લખનઉ જઈને ગેંગસ્ટર એક્ટ હેઠળ મુખ્તારની જમીન જપ્ત કરી હતી. 194 ચોરસ મીટર જમીનમાં પેટ્રોલ પંપ પણ હતો. પોલીસનું કહેવું છે કે, આ સરકારી જમીન મુખ્તાર દ્વારા બનાવટી દસ્તાવેજો દ્વારા ગેરકાયદેસર રીતે હસ્તગત કરવામાં આવી હતી.
આઝમગઢના જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર તપાસકર્તા પ્રશાંત શ્રીવાસ્તવ ટીમ સાથે લખનઉ આવ્યા અને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.
22 ઓગસ્ટ, 2007ના રોજ આ જમીન મુખ્તાર અંસારીની પત્નીના નામે નોંધાયેલી હતી. સરકારી જમીન સુનિલ ચક નામના વ્યક્તિ દ્વારા છેતરપિંડીથી વેચવામાં આવી હતી. હવે તે યોગી સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્રે જમીનને કોર્ડન કરીને ત્યાં તેનું બોર્ડ લગાવી દીધું છે. મુખ્તાર અંસારી વિરુદ્ધ આઝમગઢના તારવા પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીના કેટલાક સહયોગીઓની મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મુખ્તારના નજીકના સહયોગી સુરેશ સિંહના ભીટી ગામમાંથી 1.80 કરોડની જમીન જપ્ત કરવામાં આવી હતી. આ જમીન સુરેશ સિંહની પત્ની અને ભાભીના નામે પણ હતી.
મેરઠમાં વાહન ચોર હાજી ઈકબાલની 10 કરોડની સંપત્તિ જપ્ત
મેરઠ પોલીસે વાહન ચોર હાજી ઈકબાલ અને તેના ત્રણ પુત્રો વિરુદ્ધ સદર બજાર પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે હાજી ઇકબાલની રૂપિયા 10 કરોડની ગેરકાયદેસર મિલકત પણ પોલીસ દ્વારા જપ્ત કરવમાં આવી છે.