For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા દલિત, પછી મુસલમાન અને હવે યોગીના મંત્રી બોલ્યા જાટ હતા હનુમાન

હનુમાનજીની જાતિ અંગે હજુ પણ હોબાળો બંધ થયો પણ નહોતો કે ભાજપના મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે ફરીથી એકવાર વિવાદિત નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

હનુમાનજીની જાતિ અંગે હજુ પણ હોબાળો બંધ થયો પણ નહોતો કે ભાજપના મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે ફરીથી એકવાર વિવાદિત નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધુ છે. મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે કહ્યુ કે, 'હનુમાનજી જાટ હતા કારણકે જાટ જ બીજાની બાબતમાં પોતાની ટાંગ ફસાવે છે. હનુમાનજીએ ભગવાનના દાસના રૂપમાં રામજી સાથે યુદ્ધમાં શામેલ થયા હતા. એટલા માટે મને લાગે છે કે હનુમાનજી જાટ હતા.'

શું કહ્યુ બુક્કલ નવાબે?

શું કહ્યુ બુક્કલ નવાબે?

આ પહેલા હનુમાનજી અંગે ભાજપના મંત્રી બુક્કલ નવાબે કહ્યુ કે અમારુ માનવુ છે કે હનુમાનજી મુસલમાન હતા એટલા માટે મુસલમાનોની અંદર જે નામ રાખવામાં આવે છે રહેમાન, રમજાન, ફરમાન જિશન, કુરબાન પણ નામ રાખવામાં આવે છે તે લગભગ લગભગ તેમના પર જ રાખવામાં આવે છે. તેમણે કહ્યુ કે હનુમાનજીની વાત છે તો તે દરેક જાતિ, ધર્મ, દરેક મજહબના હતા અને દરેક ધર્મના પ્યારા હતા. તેમણે કહ્યુ કે અમારા હિંદુ ભાઈઓની અંદર જ જુઓ કેટલા લોકોના નામ હનુમાનજીના નામ પર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે લીકને મળતા આવતા નામ રાખવા અમારે ત્યાં મુસલમાનોમાં છે. જેમ કે ઈમરાન, સુલતાન વગેરે જેટલા પણ નામ છે આ બધા હનુમાનજીને મળતા આવતા છે.

યુપી સીએમ યોગી આદિત્યનાથે આપ્યુ હતુ વિવાદિત નિવેદન

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં થયેલી ચૂંટણી જનસભા દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાનજીની જાતિ અંગે મોટુ નિવેદન આપ્યુ હતુ. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન યોગી આદિત્યનાથે કથિત રીતે કહ્યુ હતુ કે હનુમાનજી દલિત છે. તેમણે ચોપાઈઓ દ્વારા લોકોને ભાજપને જીતાડવાની અપીલ પણમ કરી હતી. યોગીએ કહ્યુ હતુ કે હનુમાનજી એક એવા લોકદેવતા છે જે હવે સ્વયં વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે.

યોગી બોલ્યા - મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યુ

યોગી બોલ્યા - મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યુ

વળી, હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે તેમણે માત્ર એ કહ્યુ હતુ કે જે દબાયેલા કચડાયેલા હતા તેમને બજરંગબલી શકિત આપે છે. યોગી આદિત્યનાથે કહ્યુ કે તે વખતે મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથના આ નિવેદન બાદ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ તેમના પર ખૂબ નિશાન સાધ્યુ હતુ.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવાની અટકળો પર નીતિન ગડકરીએ તોડ્યુ મૌનઆ પણ વાંચોઃ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવાની અટકળો પર નીતિન ગડકરીએ તોડ્યુ મૌન

English summary
Minister Chaudhary Lakshmi Narayan says I think Hanuman ji was a Jaat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X