For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે અજમેરથી ફૂંકશે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ

રશિયા સાથે ઘણી સફળ સમજૂતીઓ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ચૂંટણી રેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

રશિયા સાથે ઘણી સફળ સમજૂતીઓ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ચૂંટણી રેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી મોદી શનિવારે રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના અનુસંધાનમાં એક રેલી સંબોધિત કરશે. પીએમ મોદી મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવ યાત્રાના સમાપન પર આજે અજમેર પહોંચી રહ્યા છે જ્યાં તે કાયડ વિશ્રામ સ્થળ પહોંચશે અને જનસભાને સંબોધિત કરશે.

pm modi

રાજસ્થાનની સીએમ વસુંધરા રાજેએ 4 ઓગસ્ટના રોજ રાજ્યામાં ગૌરવ યાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન સીએમ રાજેએ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ પણ કર્યો હતો. આ યાત્રામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા નેતા શામેલ થયા અને હવે તેના સમાપન સમારંભમાં પીએમ મોદી એક મોટી જનસભા સંબોધિત કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ઘટાડા બાદ આજે ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવઆ પણ વાંચોઃ ઘટાડા બાદ આજે ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

પીએમ મોદી આ પહેલા સંયુક્ત કમાન્ડરના સંમેલનમાં ભાગ લેવા અને પરાક્રમ પર્વનું ઉદઘાટન કરવા માટે 28 સપ્ટેમ્બરે જોધપુર આવ્યા હતા. પ્રધાનમંત્રી અજમેર પહોંચ્યા બાદ 1 વાગે રેલીને સંબોધિત કરશે અને રેલીને સંબોધિત કર્યા બાદ બપોરે 2.20 કલાકે જયપુર જશે.

આ પણ વાંચોઃ અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારતઆ પણ વાંચોઃ અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારત

English summary
Minister Narendra Modi is set to focus on the crucial state rally in ajmer, rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X