For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળના મંત્રી સાધન પાંડેનું અવસાન, સીએમ મમતાએ શોક વ્યક્ત કર્યો

પશ્ચિમ બંગાળના મંત્રી સાધન પાંડેનું રવિવારની સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી : પશ્ચિમ બંગાળના મંત્રી સાધન પાંડેનું રવિવારની સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી.

સાધન પાંડે

મમતા બેનર્જીએ ટ્વીટ કરતા લખ્યું કે, અમારા વરિષ્ઠ સહયોગી, પાર્ટીના નેતા અને કેબિનેટ મંત્રી સાધન પાંડેનું રવિવારની સવારે મુંબઈમાં નિધન થયું હતું. લાંબા સમયથી અદ્ભુત સંબંધ હતો. આ ખોટથી ખૂબ જ દુઃખી છું. તેમના પરિવાર મિત્રો અને સમર્થકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.

મળતી માહિતી મુજબ, સાધન પાંડે ઘણા સમયથી બીમાર હતા. ઘણા વર્ષો પહેલા તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ બીમાર પડ્યા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તે દરમિયાન તેના ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું.

જો કે, થોડા દિવસો બાદ તેને રજા આપવામાં આવી હતી. જુલાઈમાં તે ફરીથી બીમાર પડ્યા હતા. તેમની પહેલા કોલકાતામાં સારવાર કરવામાં આવી હતી, બાદમાં તેમને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમણે 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

English summary
minister Sadhan Pandey passed away, West Bengal CM Mamata expressed grief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X