For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 5611 નવા કેસ અને 140ના મોત

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં સૌથી વધુ 5611 કેસોનો વધારો જોવા મળ્યો છે અને 140 મોત પણ થયા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ રોજેરોજ વધી રહ્યુ છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે આ અંગેની માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં સૌથી વધુ 5611 કેસોનો વધારો જોવા મળ્યો છે અને 140 મોત પણ થયા છે. દેશમાં હવે કોરોના વાયરસના કુલ 1,06,750 કેસ છે, આમાં 61,149 સક્રિય કેસો અને 3,303 મોત શામેલ છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 37,136

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 37,136

રાજસ્થાનમાં કોરોના વાયરસના વધુ 61 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 5906 છે. આમાં 2409 સક્રિય અને 143 મોત શામેલ છે. બિહારમાં કોરોના વાયરસના 54 નવા કેસ સામે આવ્યા છે. બિહારમાં કોરોના વાયરસના કુલ કેસોની સખ્યા વધીને 1573 થઈ ગઈ છે. વળી, મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોના સંક્રમણના 1202 દર્દી રિકવર થઈ ગયા છે જે રાજ્યમાં 1 દિવસમાં રિકવર થનાર દર્દીઓનો સર્વાધિક આંકડો છે. 2127 નવા કેસ આવ્યા બાદ કેસોની સંખ્યા 37,136 થઈ ગઈ છે. મંગળવારે 76 મોત થયા બાદ મૃતકોનો આંકડો 1325 થઈ ગયો છે.

પંજાબમાં કુલ સંક્રમિતો 2002

પંજાબમાં કુલ સંક્રમિતો 2002

હિમાચલ પ્રદેશમાં કેસ વધીને 92 થઈ ગયા જ્યારે મૃતકોનો આંકડો 3 પર સ્થિર છે. રાજ્યમાં કોરોનાના સર્વાધિક 22 કેસ કાંગડા, 19 ઉના, 15 હમીરપુર, 13 ચંબામાં સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં 323 નવા કેસ આવ્યા બાદ કુલ કેસ 4926 થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી 135 લોકોના સક્રમણના કારણે મોત થયા છે. પંજાબમાં મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી કોરોના વાયરસના 22 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસ 2002 થઈ ગયા છે.

ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 12,140

ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 12,140

ગુજરાતની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 395 કેસ આવ્યા બાદ કુલ 12,140 થઈ ગયા છે અને અત્યાર સુધી 719 કોરોના દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. મધ્ય પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના સંક્રમણના 229 નવા કેસ નોંધાયા બાદ કુલ સંખ્યા 5465 થઈ ગઈ છે. અહીં સૌથી વધુ કેસ 2637 ઈંદોર, 1046 ભોપાલ, 362 ઉજ્જૈનથી સામે આવ્યા છે.

આખરે કેટલી સંપત્તિના માલિક છે નવાઝુદ્દીન સિદ્દીકી

English summary
ministry of health and family welfare says total number of cases in the country 106750
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X