For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મા-બાપને ઘરમાંથી કાઢ્યા તો મળશે 6 મહિનાની સજા, મોદી સરકાર લાવી રહી છે કાયદો

મોદી સરકાર માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ માટે બનેલા કાયદામાં બદલાવ લાવવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ માટે બનેલા કાયદામાં બદલાવ લાવવાની તૈયારી કરી રહી છે. સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલ ભલામણો મુજબ પોતાના વૃદ્ધ મા-બાપ સાથે દુર્વ્યવહાર કે ઘરથી બહાર કાઢવા પર છ મહિનાની સજા આપવામાં આવશે. આ પહેલા ત્રણ મહિનાની સજાનું પ્રાવધાન હતુ. પરંતુ હવે આ સજા બદલવામાં આવશે. કલ્યાણ કાનૂન, 2007 ની સમીક્ષા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

હાલના કાયદામાં આવશે ઘણા બદલાવ

હાલના કાયદામાં આવશે ઘણા બદલાવ

સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે કે મંત્રાલયે પોતાની ભલામણોમાં બાળકોની પરિભાષા બદલવાની વાત કરી છે. ભલામણો મુજબ બાળકોની પરિભાષામાં દત્તક કે સાવકા બાળકો, જમાઈ અને વહુઓ, પૌત્ર-પૌત્રીઓ, દોહિત્ર-દોહિત્રીઓ અને સગીરોને પણ શામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે.

ખરાબ વ્યવહાર કરનારને મળશે 6 મહિનાની સજા

ખરાબ વ્યવહાર કરનારને મળશે 6 મહિનાની સજા

હાલના કાયદામાં માત્ર સગા બાળકો અને પૌત્ર-પૌત્રીઓ જ શામેલ હતા. જો મંત્રાલયની ભલામણ માનવામાં આવશે તો સાવકા બાળકો, જમાઈ અને વહુઓ, પૌત્ર-પૌત્રીઓ, દોહિત્ર-દોહિત્રીઓ વગેરેને પણ બાળકો માનવામાં આવશે અને તે જો માતાપિતા કે વૃદ્ધો સાથે ખરાબ વ્યવહાર કરશે તો તેમને પણ 6 મહિનાની સજા થઈ શકે છે.

2007 ના કાયદાનું સ્થાન લેશે નવો કાયદો

2007 ના કાયદાનું સ્થાન લેશે નવો કાયદો

નવો કાયદો વર્ષ 2007 ના કાયદાનું સ્થાન લેશે. સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલયે માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્યાણ કાયદો, 2018 તૈયાર કરવામાં આવશે. નવા કાયદામાં માસિક દેખરેખ ભથ્થાની 10,000 રૂપિયાની અધિકતમ સીમાને પણ સમાપ્ત કરી દેવામાં આવી છે. નવા કાયદા અનુસાર જો કોઈ બાળક માતાપિતાની દેખરેખ કરવાનો ઈનકાર કરે તો તે કાયદાનો સહારો લઈ શકે છે.

English summary
ministry social justice empowerment change law abandoning elderly parents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X