• search

'સેક્સકાંડ'માં ફસાયા આસારામ બાપુ, વાંચો વિવાદની સંપૂર્ણ કહાણી

By Super
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    નવી દિલ્હી, 22 ઑગસ્ટઃ આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુ વિરુદ્ધ યૌન શોષણના કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં એક સગીરાએ મામલો દાખલ કર્યો. યુવતી યુપીની રહેવાસી છે, પરંતુ તેણે દિલ્હીમાં કેસ દાખલ કરાવ્યો છે. યુવતી જોધપુરના ગુરુકુળમાં ભણતી હતી, તેને આરોપ લગાવ્યો છે કે, આસારામ બાપુએ તેને પોતાના આશ્રમમાં બોલાવીને તેની સાથે યૌન શોષણ કરવાનો પ્રયત્ન કર્યો. બીજી તરફ આસારામ બાપુ પોતાના પર લાગેલા આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. આસારામ બાપુના પ્રવક્તા નીલમ દુબેનું કહેવું છે કે, તપાસ થકી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. નીલમનું કહેવું છે કે, આ આરોપ ખોટો છે અને છબી ખરાબ ખરવાના ષડયંત્રનો આરોપ છે.

    ત્યારે અમે અહીં આસારામ બાપુના આ યૌન શોષણ વિવાદ સાથે જોડાયેલો આખો ઘટના ક્રમ અહીં જણાવી રહ્યાં છીએ. તો વિવાદ અંગે વાંચવા માટે એક પછી એક તસવીરો પર ક્લીક કરી અને જાણો કે આખો વિવાદ શું છે.

    જોધપુર ટ્રાન્સફર કરાયો કેસ

    જોધપુર ટ્રાન્સફર કરાયો કેસ

    હાલ મામલો દિલ્હીમાં નોંધાયો છે અને બાદમાં તેને જોધપુર ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. આસારામ બાપુ એક મોટી હસ્તી છે અને તેમની વિરુદ્ધ મામલો દાખલ કરી પૂછપરછ કરવું પોલીસ માટે સહેલું નહીં હોય. સગીરાએ આસારામ બાપુ પર અને ગંભીર આરોપો લગાવ્યા છે. આસારામ પર પહેલા પણ અનેક ગંભીર આરોપો લાગ્યા છે, પરંતુ આ કદાચ પહેલીવાર હશે કે તેમના વિરુદ્ધ એફઆઇઆ દાખલ કરવામાં આવી હોય.

    ઑગસ્ટ મહિનાની ઘટના

    ઑગસ્ટ મહિનાની ઘટના

    સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના ઑગસ્ટ મહિનાના પહેલા સપ્તાહની છે. ગુરુકુળમાં સગીરાનું સ્વાસ્થ્ય ખરાબ હતું. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં રહેતા તેના માતા-પિતાને સૂચિત કરવામાં આવ્યા. તે ગુરુકુળ પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, સગીરાનું સ્વાસ્થ્યમાં હાલ સુધારો છે, પરંતુ સંપૂર્ણ પણે ઠીક થવા માટે અનુષ્ઠાનની જરૂર છે અને અનુષ્ઠાન બાપુ જ કરશે. તેથી સગીરાને બાપુ પાસે લઇ જાઓ. ત્યારબાદ સગીરાના માતા-પિતા તેને જોધપુર નજીક એ સ્થાન પર લઇ ગયા, જ્યાં આસારામ રોકાયા હતા. આરોપ છે કે, આસારામે અભિભાવકોને કહ્યું કે તેઓ અહીંથી જતાં રહે અને સગીરાને તેમની પાસે છોડી દે.

    દૈવીય શક્તિની આપી લાલચ

    દૈવીય શક્તિની આપી લાલચ

    બાપુએ કહ્યું કે આખીરાતની પૂજા અને અનુષ્ઠાનથી સગીરા હંમેશા માટે ઠીક થઇ જશે. આરોપ છે કે બાપુએ એમ પણ કહ્યું કે, આ સગીરાને દૈવીય શક્તિ આપીને મોટી વક્તા પણ બનાવી દેવામાં આવશે. આસારામ બાપુના આશ્વાસન પર અભિભાવક પોતાની પુત્રીને ત્યાં છોડીને જતાં રહ્યાં. એ જ રાત્રે સગીરા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારબાદ સગીરા ઘરે પરત આવી અને તેણે થોડાક દિવસો બાદ પોતાના વાલીજનોને આ ઘટના અંગે માહિતગાર કર્યાં.

    પોસ્કો સર્જી શકે છે આસારામ માટે મુશ્કેલી

    પોસ્કો સર્જી શકે છે આસારામ માટે મુશ્કેલી

    આસારામ વિરુદ્ધ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ પણ કેસ દાખલ કર્યો છે. જેમાં આસારામે જાતે સાબિત કરવું પડશે કે તે નિર્દોષ છે. આ કાયદામાં પીડિતાના નિવેદનને જ સૌથી મહત્વનું માનવામાં આવે છે.

    English summary
    A case of sexual assault has been registered against self-styled godman Asaram Bapu, the Delhi Police said on Wednesday.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more