
સગીરાને પ્લમ્બર સાથે પ્રેમ થયો, યુગલે કહી આ વાત
પ્રેમ સંબંધમાં મળતા દગાને કારણે લોકોનો પ્રેમ પરથી ભરોસો જ ઉઠી જાય છે. આ સાથે નાની ઉંમરના લોકોને પ્રેમની જાળમાં ફસાવવા સૌથી સરળ હોય છે. આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે. આ ઘટના મુજબ નવાદા બુંદેલખંડ ઓપી વિસ્તારમાં રહેતી એક સગીરા પ્લમ્બર સાથે ભાગી ગઈ હતી.
જે બાદ સગીર બાળકીના પિતાએ બુંદેલખંડ ઓપીમાં પુત્રીના અપહરણનો કેસ નોંધાવ્યો હતો. કેસ નોંધ્યા બાદ પોલીસે આ પ્રેમી યુગલની ધરપકડ કરી લીધી હતી.
બે વર્ષથી મોબાઈલ પર કરતા હતા વાત
પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરાને 4 માસનો ગર્ભ હોવાનું કહેવાય છે. બે વર્ષ પહેલા સગીર યુવતીને તેમના જ વિસ્તારના રવિશંકર પ્રસાદના પુત્ર પ્લમ્બર રિતિક કુમાર સાથે પ્રેમ થયો હતો. બંને લગભગ બે વર્ષ સુધી મોબાઈલ પર વાત કરતા રહ્યા હતા. આ દરમિયાન પ્રેમ એ રીતે વધ્યો કે, બંનેએ સાથે જીવવા-મરવાની કસમ ખાઇ લીધી હતી. આ સાથે તેમની વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. જે બાદ બંનેએ 8 મહિના પહેલા પરિવારથી ભાગીને લગ્ન કરી લીધા હતા.
સગીરાને છે 4 માસનો ગર્ભ!
પ્રાપ્ત માહિતી અનુસાર, સગીર યુવતી 4 મહિનાની ગર્ભવતી છે. બંને પ્રેમીઓ કહે છે કે, હવે ગમે તે થાય અમે બંને સાથે જ રહીશું. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, યુવકની અપહરણના કેસમાં ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સમગ્ર કેસ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.