For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાબાલિક સાથે 8 લોકોએ કર્યો ગેંગરેપ, બાળકીએ કરી આત્મહત્યા

એક પછી એક દેશમાં બળાત્કારની ઘટના ઓછી થવાનું નામ નથી લઇ રહી. હવે હરિયાણામાં એક ગેંગરેપનો મામલો સામે આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એક પછી એક દેશમાં બળાત્કારની ઘટના ઓછી થવાનું નામ નથી લઇ રહી. હવે હરિયાણામાં એક ગેંગરેપનો મામલો સામે આવ્યો છે, જ્યાં 16 વર્ષની બાળકી સાથે 8 લોકોએ ગેંગરેપ કર્યો છે. ગેંગરેપ થયા પછી બાળકીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. આ આખી ઘટના રવિવાર રાત્રે થયી હતી. જયારે કેટલાક લોકોએ બાળકીને કિડનેપ કરીને તેની સાથે ગેંગરેપ કર્યો. જાણકારી અનુસાર બાળકી 12માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. પરંતુ આ ઘટના પછી તેને આત્મહત્યા કરી લીધી.

જે દિવસે આ ઘટના થયી ત્યારે બાળકીના માતાપિતા તેમના સંબંધીને ત્યાં ગયા હતા અને બાળકી ઘરે એકલી હતી. પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર ગામના જ 8 લોકો બે બાઈક અને એક કારમાં આવ્યા અને તેમને બાળકીને જબરજસ્તી કિડનેપ કરી લીધી. ત્યારપછી તેમને છોકરીનો ગેંગરેપ કર્યો અને સોમવારે સવારે તેને ઘરની બહાર છોડી દીધી.

પોસ્કો એક્ટ હેઠળ આખો મામલો

પોસ્કો એક્ટ હેઠળ આખો મામલો

પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બધા જ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તેમના વિરુદ્ધ બળાત્કાર, કિડનેપિંગ અને આત્મહત્યા માટે ઉક્સાવવા પોસ્કો એક્ટ હેઠળ આખો મામલો નોંધી લેવામાં આવ્યો છે.

આરોપીઓ વિરુદ્ધ રેપ અને અપહરણનો મામલો

આરોપીઓ વિરુદ્ધ રેપ અને અપહરણનો મામલો

સોમવારે છોકરીના ભાઈએ છોકરીને ઘરની બહાર જોઈ ત્યારે તેને મદદ માટે તેના માતાપિતા ને ફોન કર્યો. ત્યારપછી પરિવારના લોકોએ આરોપીઓ સાથે વિવાદ પણ થયો. ઘટના પછી છોકરીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેમને આરોપીઓ વિરુદ્ધ રેપ અને અપહરણનો મામલો નોંધાવ્યો.

પીડિતાને સુમસાન જગ્યા પર લઇ ગયા

પીડિતાને સુમસાન જગ્યા પર લઇ ગયા

જાણકારી અનુસાર આરોપીઓ પીડિતાને સુમસાન જગ્યા પર લઇ ગયા અને તેની સાથે એક પછી એક બળાત્કાર કર્યો. ગામના સૂત્રો અનુસાર આરોપીનો પરિવાર ખુબ જ પાવરફુલ છે અને તેઓ આ મામલાને ખતમ કરવા માટે દબાવ બનાવી રહ્યા છે. આ કારણે પીડિતાના પરિવાર સાથે તેમનો વિવાદ પણ થયો. જયારે પરિવારના લોકો 3 વાગ્યે ઘરે આવ્યા ત્યારે પીડીતાએ આત્મહત્યા કરી લીધી હતી.

બધા જ આરોપી ફરાર

બધા જ આરોપી ફરાર

રોજકા મેવ ચોકીના એસએચઓ જયભાન ત્યાગી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. બધા જ આરોપી ફરાર છે, પરંતુ ખુબ જ જલ્દી તેમની ધરપકડ કરી લેવામાં આવશે. એસપી નાઝનીન ભસીન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપીઓની ધરપકડ કરવા માટે ટીમનું ગઠન કરવામાં આવ્યું છે ખુબ જ જલ્દી તેમને પકડી લેવામાં આવશે.

English summary
Minor was gang raped by 8 men in Haryana commits suicide. Police identifies all the accused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X