માઉન્ટ આબૂમાં પારો માઈનસ 2 ડિગ્રી, દિલ્લી-NCRમાં ગાઢ ધૂમ્મસ, Cold Day એલર્ટ જારી
Weather Updates in North India: ઠંડીનુ તાંડવ સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર રીતે ચાલી રહ્યુ છે. ગાઢ ધૂમ્મસ(For)ના કારણે સમેટાયેલી દિલ્લી(Delhi) અત્યારે શીત લહેરનો માર સહન કરી રહી છે. દિલ્લીનુ લઘુત્તમ તાપમાન(Minimum Temperature) આજે સવારે 5 વાગ્યા સુધી 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. વળી, મહત્તમ 22 સુધી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આખો દિવસ વાદળો છવાયેલા રહેશે અને હળવુ ધૂમ્મસ છવાયેલુ રહેશે. દિલ્લીમાં હવાની ક્વૉલિટી આજે પણ ખરાબ જ છે. શહેરમાં ઘણી જગ્યાએ AQI જોખમના નિશાનથી ઉપર જ છે.

માઉન્ટ આબૂમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી
તમને જણાવી દઈએ કે કાલે રાજધાનીનુ તાપમાન 3.9 ડિગ્રી રેકૉર્ડ કરવામાં આવ્યુ. જ્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે. જે સાથે રણ પ્રદેશમાં આ વિસ્તાર સૌથી ઠંડો રહ્યો છે. માઉન્ટ આબૂ ઉપરાંત શ્રીગંગાનગરમાં 2.5 ડિગ્રી સેલ્સિયસ, ચૂરુમાં 5.1 ડિગ્રી રેકોર્ડ થયુ. જમ્મુ કાશ્મીરમાં ડાલ ઝીલ જામી ગઈ છે. પહાડો પર જોરદાર હિમવર્ષા થઈ રહી છે. કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જતુ રહ્યુ છે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા
તાપમાનમાં ઘટાડા સાથે કંપાવી દેતી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. વાસ્તવમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઈ રહીછે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પહાડો પર જેટલી હિમવર્ષા થશે, મેદાનોમાં એટલી જ ઠંડી વધશે. તમને જણાવી દઈએ કે આઈએમડીએ કહ્યુ છે કે 22 ડિસેમ્બર બાદ સ્થિતિ થોડી સારી હશે. ઠંડીના કારણે અમુક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી છે જેમાં યુપી, ઉત્તરાખંડ, એમપી, રાજસ્થાન અને ઝારખંડ શામેલ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પૂર્વ રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સામાં અલગ અલગ જગ્યાએ શીતલહેર જોવા મળી. પૂર્વાનુમાન મુજબ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થયો છે.

ઘણા વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ
બિહારના ઘણા વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ જોવા મળી રહ્યુ છે. લોકોને અવર-જવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે પહેલા જ કહ્યુ હતુ કે આ વર્ષે 20 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી કડાકાની ઠંડી પડશે અને ડિસેમ્બરના અંત સુધી દિલ્લીમાં તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચી શકે છે.