For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરનાઝ કૌર બની મિસ યુનિવર્સ, 21 વર્ષ પછી ભારતનો જાદૂ છવાયો, જુઓ Video, જાણો સવાલ

મિસ યુનિવર્સ 2021માં ભારતની હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મિસ યુનિવર્સ 2021માં ભારતની હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે આ ટાઈટલ 21 વર્ષના લાંબા સમય પછી મેળવ્યુ છે. 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા સોમવારે સવારે ઈઝરાયેલના ઈલિટયમાં આયોજિત કરવામાં આવી. આ સ્પર્ધામાં ભારતની હરનાઝ કૌર પહેલુ સ્થાન મેળવીને મિસ યુનિવર્સ 2021 બની ગઈ છે.

હરનાઝ કૌર બની મિસ યુનિવર્સ

હરનાઝ કૌર બની મિસ યુનિવર્સ

તમને જણાવી જણાવી દઈએ કે હરનાઝ પહેલા વર્ષ 1994માં સુષ્મિતા સેન અને 2000માં આ ટાઈટલ લારા દત્તાએ જીત્યુ હતુ. ભારતે ત્રીજી વાર આ ટાઈટલ પોતાના નામે કર્યુ છે. મિસ યુનિવર્સ 2021માં હરનાઝ કૌર સંધુ પહેલા સ્થાને, મિસ પરાગ્વે બીજા સ્થાને જ્યારે મિસ સાઉથ આફ્રિકા ત્રીજા સ્થાને રહ્યા.

શું હતો સવાલ

શું હતો સવાલ

ત્રણ ટૉપ સ્પર્ધકોને સવાલ પૂછવામાં આવ્યો કે તમે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને શું સલાહ આપશો? આના પર હરનાઝ સંધુએ જવાબ આપ્યો, તમારે એ માનવુ પડશે કે તમે અદ્વિતીય છો અને આ જ તમને સુંદર બનાવે છે, બહાર આવો, તમારા માટે બોલતા શીખો કારણકે તમે પોતાના જીવનના નેતા છો. આ જવાબ સાથે જ હરનાઝ સંધુએ આ વર્ષનો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ પોતાના નામે કરી લીધો.

કોણ છે મિસ યુનિવર્સ હરનાઝ સંધુ

હરનાઝ ભારતના ચંદીગઢની રહેવાસી છે. તેનો જન્મ સિખ પરિવારમાં થયો છે. હરનાઝ ફિટનેસ અને યોગ લવર છે. 2017માં હરનાઝે મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2018માં હરનાઝને મિસ મેક્સ ઈમર્જિંગ સ્ટાઈ ઈન્ડિયા 2018નો તાજ મળ્યો હતો. બે પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યા બાદ હરનાઝે મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધો જ્યાં તે ટૉપ 12માં જગ્યા બનાવવામાં સફળ રહી. આ વર્ષે તેણે સપ્ટેમ્બરમાં મિસ ડીવા યુનિવર્સ ઈન્ડિયા 2021નો ખિતાબ પોતાના નામે કર્યો. હરનાઝને આ તાજ અભિનેત્રી કૃતિ સેનને પહેરાવ્યો હતો.

ફિલ્મોમાં આવવાની ઈચ્છા

હરનાઝ મિસ યુનિવર્સ 2021માં ભાગ લેતા પહેલા ફિલ્મોમાં પોતાની જગ્યા નક્કી કરી ચૂકી છે. તેના પાસે બે પંજાબી ફિલ્મો 'Bai Ji Kuttange' અને 'Yaara Diyan Poo Baran' છે કે જે આવતા વર્ષે રિલીઝ થવાની છે.

English summary
Miss Universe 2021: India's Harnaaz Kaur Sandhu become 70th Miss Universe, Know the question
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X