For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RTI કાર્યકર્તાની લાશ મળવાથી હડકંપ, ઘણા દિવસથી લાપતા હતો

આરટીઆઈ કાર્યકર્તાનું મુરાદાબાદથી અપહરણ કરીને શામલીમાં લઇ જઈને તેની હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

આરટીઆઈ કાર્યકર્તાનું મુરાદાબાદથી અપહરણ કરીને શામલીમાં લઇ જઈને તેની હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસે હત્યારાની નિશાનદેહી પર 14 દિવસ પછી લાશ શામલીના શાહપુરમાં એક શેરડીના ખેતરમાં અર્ધનગ્ન અવસ્થામાં મળી આવી. એક ગોળી ઘૂંટણમાં અને બીજી એક ગોળી પીઠમાં મારવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાઈએ ભાઈની હત્યા કરી, 25 દિવસ સુધી ગોબરમાં લાશ સંતાડી રાખી

આરટીઆઈ કાર્યકર્તા

આરટીઆઈ કાર્યકર્તા

મળતી જાણકારી અનુસાર, મુરાદાબાદના પાકબાડા જુમેરાતના બજારમાં રહેતો કાસીફ સૈફી (28 વર્ષ) વીજળી મિસ્ત્રી હતો. તેની સાથે એક આરટીઆઈ કાર્યકર્તા પણ હતો. રોજ અનુસાર 27 ડિસેમ્બરે કાસીફ દુકાન પર ગયો હતો. રાત્રે આઠ વાગ્યે તેની ભાઈ આસિફ અલી સાથે વાતચીત થઇ, જેમાં કાસીફે તેના ભાઈને કહ્યું કે તે 1 કલાકમાં ઘરે આવી જશે. ત્યારપછી કાસિફનો ફોન બંધ થઇ ગયો.

આખા મામલાનો ખુલાસો

આખા મામલાનો ખુલાસો

30 ડિસેમ્બરે પરિવારે પાકબાડા ચોકીમાં કાસીફના ગાયબ થવાની રિપોર્ટ લખાવી. 3 જાન્યુઆરીએ પોલીસે કેસને અપહરણમાં બદલી નાખ્યો. આ મામલે પાકબાડા પોલીસે જાંચ કર્યા પછી વિકાસ ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી. વિકાસ ચૌધરીની પૂછપરછ કરવામાં આવી ત્યારે આખા મામલાનો ખુલાસો થઇ ગયો.

સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા પછી

સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા પછી

એસઓ નીરજ શર્માએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા પછી વિકાસ ચૌધરી સાથે કાસીમ પોતાની મરજીથી રોડવેઝ બસમાં શામલી જવા નીકળ્યો હતો. શામલીથી બંને કંધલા પહોંચ્યા, જ્યાં કુલદીપ બાઈક લઈને પહેલાથી જ ઉભો હતો. તેઓ કાસીમને બાઈક પર બેસાડીને શાહપુરમાં આવેલા શેરડીના ખેતરમાં લઇ ગયા. ત્યાં તેની હત્યા કરી નાખી. પોલીસે માની રહી છે કે વિકાસે કાસીમનો હત્યાનો સેફ પ્લાન કર્યો હતો. તેમ છતાં તેને કેટલાક એવા પુરાવા પાછળ છોડ્યા કે પોલીસ તેને પકડવામાં સફળ રહી.

English summary
Missing RTI worker killed in Shamli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X