For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિઝોરમ ચૂંટણી પરિણામ 2018: કંઈક આ રીતે મિઝોરમમાં ભાજપે ખાતુ ખોલ્યુ

પહેલી વાર ભારતીય જનતા પાર્ટીને એક સીટ પર જીત મળી અને આ સાથે પાર્ટીએ પહેલી વાર મિઝોરમમાં પોતાનું ખાતુ ખોલ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વોત્તર રાજ્યોમાં એકમાત્ર રાજ્ય મિઝોરમમાં કોંગ્રેસની સરકાર હતી પરંતુ અહીં હાર સાથે કોંગ્રેસના પૂર્વોત્તર રાજ્યોમાં સૂપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસ અહીં માત્ર 5 સીટો પર જીત મેળવી શકી. પરંતુ આ વખતની ચૂંટણીમાં સૌથી મોટી વાત એ છે કે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીને અહીં એક સીટ પર જીત મળી અને આ સાથે પાર્ટીએ પહેલી વાર મિઝોરમમાં પોતાનું ખાતુ ખોલ્યુ છે. મિઝોરમમાં ભાજપને પોતાને આ વાતનો અંદાજો નહોતો કે પાર્ટી અહીં ખાતુ ખોલી શકે છે.

આ પણ વાંચોઃ અર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદઆ પણ વાંચોઃ અર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ

mizoram

1993થી લડી રહી છે ચૂંટણી

ભાજપ મિઝોરમમાં 1993થી ચૂંટણી લડી રહી છે પરંતુ પાર્ટી આ વખતની ચૂંટણી પહેલા ક્યારેય પોતાનું ખાતુ ખોલી શકી નથી. પરંતુ રાજ્યની 40 સીટોવાળી વિધાનસભામાં ભાજપે પહેલી વાર પોતાનું ખાતુ ખોલ્યુ છે. ભાજપના ઉમેદવાર બુદ્ધા ધન ચકમા ભાજપની ટિકિટ પર પહેલી વાર ત્યુચાંગથી ચૂંટણી જીતવામાં સફળ થયા છે. આ પહેલા બુદ્ધા 2013 કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી જીતવામાં સફળ થયા હતા પરંતુ ઓગસ્ટ મહાનામાં તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. વાસ્તવમાં ચકમા સમાજના ચાર મેધાવી છાત્રોને સરકારી કોટા પર મેડિકલ સીટ પર પ્રવેશ આપવાનો કોંગ્રેસ સરકારે ઈનકાર કરી દીધો હતો. આ બધા છાત્ર લઘુમતી સમાજ ચકમાથી આવે છે. સરકારના આ નિર્ણય સામે બુદ્ધાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતુ અને ભાજપમાં શામેલ થઈ ગયા હતા. આ છાત્ર રાજ્યના છાત્ર એકમ મિઝો જિરલઈ પોલના સભ્યો હતા. તે વખતે બુદ્ધા કોંગ્રેસ સરકારમાં ચકમા સમાજમાંથી એકમાત્ર મંત્રી હતા.

ભાજપ વિરોધ વચ્ચે જીત

મહત્વની વાત એ છે કે મિઝોરમ મુખ્ય રીતે ઈસાઈ બહુમતી ધરાવતુ રાજ્ય છે અને અહીં ભાજપ સામે લોકોમાં નારાજગી છે. એવામાં કોઈને પણ આશા નહોતી કે ત્યુચૉગમાં ભાજપ જીત મેળવી શકે છે. જો કે અમુક સમયથી આરએસએસ અહીં બૌદ્ધ ધર્મ સમાજના લોકો વચ્ચે કામ કરી રહ્યુ હતુ. જોવા જેવી વાત એ છે કે પહેલી વાર ભાજપે એહીં 39 સીટો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે 2013માં પાર્ટીએ 17 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.

સ્થાનિક દળો સાથે ગઠબંધન

ભાજપ મિઝોરમમાં જીત માટે મુખ્ય રીતે લઘુમતીના મતો પર નિર્ભર હતી અને તે મારા સમાજને પણ પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરી રહી હતી. 2017માં મારાલેન્ડ ડેમોક્રેટિક ફ્રંટે 2003 અને 2008માં એક સીટ પર જીત મેળવી હતી. પરંતુ 5 નવેમ્બરના રોજ ચૂંટણીના માત્ર એક મહિના પહેલા ભાજપના દિગ્ગજ નેતા હિફેઈ સાથે ગઠબંધન કર્યુ. ત્યારબાદ તે ભાજપની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા. તમને જણાવી દઈએ કે તે પલકથી કોંગ્રેસ ધારાસભ્ય હતા અને ગઈ વિધાનસભામાં સ્પીકર પણ હતા.

રાજકીય રણનીતિ

તમને જણાવી દઈએ કે મિઝોરમની ચૂંટણીમાં એમએનએફે સીધી જીત મેળવી છે અને તે ભાજપની સ્થાનિક એકમના ઉત્તરપૂર્વ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે નેડાનો જ હિસ્સો છે. જો કે ભાજપે પોતાને નેડાથી અલગ ગણાવ્યુ છે. પરંતુ નેડાની છેલ્લી બેઠકમાં અમિત શાહે પોતે શામેલ થયા હતા કે જે ગુવાહાટીમાં થઈ હતી. આ બેઠકથી એમએનએફના પ્રમુખ પૂ જોરામથંગાએ અંતર બનાવી લીધુ હતુ અને કોઈ પ્રતિનિધિને પણ મોકલ્યા નહોતા. એમએનએફ ચીફનું કહેવુ છે કે નેડા એનડીએનો જ હિસ્સો છે અને અમે પણ તેનો હિસ્સો છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં અમારી વચ્ચે કોઈ ગઠબંધન નહિ. અમે ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે.

English summary
Mizoram Election Results 2018: Here Is how BJP managed to make it presence in Mizoram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X