મિઝોરમ ચૂંટણી 2018: ખોટા સાબિત થયા તમામ એક્ઝિટ પોલનાં પરિણામ
નવી દિલ્હીઃ પૂર્વોત્તર રાજ્યોમાં જેવી રીતે કોંગ્રેસનો એક બાદ એક સફાયો થયો તે બાદ એકમાત્ર રાજ્ય મિઝોરમ જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં પણ પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના આંકડાઓ આપવામાં આવ્યા હતા જે અસલી રિઝલ્ટથી ઘણા અલગ છે. એક્ઝિટ પોલમાં જ્યાં અલગ-અલગ સર્વેએ કોંગ્રેસને નજીકની 10-15 સીટ આપી હતી, પરંતુ પરિણામ ઘોષિત થયા બાદ કોંગ્રેસ માત્ર 5 સીટ પર સમેટાઈ રહી ગઈ.
એક્ઝિટ પોલના આંકડાઓ પર નજર નાખીએ તો વિવિધ આંકડાઓમાં એમએનએફને 15-20 સીટ મળતી જણાઈ રહી હતી, જ્યારે કોંગ્રેસને 10-15 સીટ મળી રહી હતી. ટાઈમ્સ નાઉ-સીએનએક્સના એમએનએફને 18 સીટે આપી હતી, જ્યારે કોંગ્રેસને 16 સીટ. ઈન્ડિયા ટુડે એક્સિસે એમએનએફને 16-20 સીટ આપી હતી જ્યારે કોંગ્રેસને 8-12 સીટ આપી હતી. પરંતુ આખરી પરિણામમાં એમએનએફને પૂર્ણ બહુમત હાંસલ થયું અને કોંગ્રેસના ખાતામાં માત્ર 5 સીટ જ આવી.
કોંગ્રેસને સૌથી વધુ સીટ એક્ઝિટ પોલમાં રિપબ્લિક સીટ વોટર અને ન્યૂઝ નેશને આપી હતી. રિપબ્લિક સી વોટરે કોંગ્રેસને 14-18 સીટ આપી હતી જ્યારે ન્યૂઝ નેશને 10-14 સીટ આપી હતી. પરંતુ આ એક્ઝિટ પોલને ખોટા સાબિત કરતા અસલી પરિણામમાં કોંગ્રેસને 5 અને એમએનએફને 26 સીટ પર જીત મળી છે. જણાવી દઈએ કે પાંચ રાજ્યોમાં થયેલ ચૂંટણી બાદ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે, જ્યારે તેલંગાણામાં ટીઆરએસને પ્રચંડ બહુમતી હાંસલ થઈ છે.
'એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ?' રાહુલે આપ્યો જવાબ