For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓ

ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠકની ધારાસભ્ય અદિતિ સિંહને કોંગ્રેસ અધ્યક્ષે મોટી જવાબદારી સોંપીને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની મહાસચિવ બનાવી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠકની ધારાસભ્ય અદિતિ સિંહને કોંગ્રેસ અધ્યક્ષે મોટી જવાબદારી સોંપીને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની મહાસચિવ બનાવી છે. કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોતે પ્રેસ રિલીઝ જાહેર કરીને તેમની નિયુક્તિની જાણકારી આપી. હાલમાં અદિતી ઈઝરાયેલના અધિકૃત પ્રવાસે છે. થોડા સમય પહેલા એવી અફવાઓ ઉડી હતી કે અદિતિ સિંહ, રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા જઈ રહી છે. બાદમાં અદિતિએ એમ કહીને એ વાતનું જોરદાર ખંડન કર્યુ કે રાહુલ તેમના ભાઈ જેવા છે.

rahul gandhi

અદિતિ સિંહ પ્રિયંકા વાડ્રાની નજીક માનવામાં આવે છે. અમેરિકાની ડ્ર્યુક યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી મેળવનાર અદિતીએ પોતાના પિતાની બેઠક પરથી 2017 માં પહેલી વાર ચૂંટણી લડી હતી અને મોટી જીત મેળવી હતી. અદિતિએ ખુશી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે દેશની મહિલાઓ માટે મારે હજુ ઘણુ બધુ કરવાનું છે. મારી કોશિશ રહેશે કે મહિલાઓના શિક્ષણ તેમજ તેમની સાથે જોડાયેલી સમસ્યાઓના નિદાન માટે હું કામ કરુ.

આ પણ વાંચોઃ ખાનગી જાહેરાતોમાં પીએમના ફોટા વાપરવા મોંઘા પડશે, 400 ગણો દંડઆ પણ વાંચોઃ ખાનગી જાહેરાતોમાં પીએમના ફોટા વાપરવા મોંઘા પડશે, 400 ગણો દંડ

બ્રજેશ કુમાર સિંહ સીનિયર સીટિઝને અદિતિને મહિલા મહાસચિવ બનવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આ રાયબરેલી અને બધી વિધાનસભાના લોકો માટે ખુશીની વાત છે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં સદર વિધાનસભાથી તેમના પિતા પાંચ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. એ જ બેઠક પર કોંગ્રેસના પદથી લગભગ 90 હજાર મતોથી વિશાળ જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ ઉન્નાવ રેપ કેસમાં રાહુલ ગાંધીએ ષડયંત્રની આશંકા વ્યકત કરી, પીએમ પર નિશાનોઆ પણ વાંચોઃ ઉન્નાવ રેપ કેસમાં રાહુલ ગાંધીએ ષડયંત્રની આશંકા વ્યકત કરી, પીએમ પર નિશાનો

English summary
MLA Aditi Singh became General Secretary of Women Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X