જીગ્નેશ સાથે મળીને દલિત રાજનીતિને નવી દિશા આપી શકે છે રાવણ
ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ઉર્ફ રાવણને આ અઠવાડિયે યુપીની યોગી સરકારે આઝાદ કરી દીધો છે. રાવણના આઝાદ થવાથી ઘણા પોલિટિકલ એંગલ કાઢવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતના દલિત નેતા જીગ્નેશ મેવાની અને ચંદ્રશેખર આઝાદ ભેગા મળીને ઉત્તરપ્રદેશમાં દલિત રાજનીતિને નવી દિશા આપી શકે છે. જીગ્નેશ મેવાની છેલ્લા કેટલાક સમયથી રાવણના સમર્થનમાં સક્રિય રહ્યા હતા. તેઓ સહારનપુર પણ ઘણીવાર જઈ ચુક્યા છે.

દલિત રાજનીતિ તરીકે એક નવો વિકલ્પ
માનવામાં આવી રહ્યું છે કે રાવણના આઝાદ થયાની સાથે ઉત્તરપ્રદેશમાં ગુજરાતના દલિત નેતા જીગ્નેશ મેવાનીની સક્રિયતા વધશે. જીગ્નેશ મેવાની પહેલાથી જ રાવણને લોકસભા ચૂંટણી લડવાનું કહી ચુક્યા છે. રાવણ પણ જેલથી આઝાદ થઇ ચુક્યો છે અને તેઓ જીગ્નેશ મેવાની સાથે મળીને ઉત્તરપ્રદેશમાં દલિત રાજનીતિ તરીકે એક નવો વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે. હાલમાં બંને યુવા નેતાઓનું ફોકસ પશ્ચિમ ઉત્તરપ્રદેશ પર છે.

બીજેપી પર જોરદાર પ્રહાર
બીજી બાજુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ જીગ્નેશ મેવાની ઘ્વારા ચંદ્રશેખરને પોતાના પક્ષમાં શામિલ કરવા માટે પ્રત્યન કરી રહ્યું છે શુક્રવારે રાત્રે જેલથી બહાર આવેલા રાવણે બીજેપી પર જોરદાર પ્રહાર કર્યા હતા રાવણ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીજેપીને સત્તાથી બહાર ફેંકવાનું છે વર્ષ 2019 દરમિયાન બીજેપીને સત્તાથી બહાર ફેંક્યે નહીં ત્યાં સુધી ચેન નહીં પડે હું જેલથી બહાર કામ કરવા માટે આવ્યો છું

હું મતોથી ભાજપની નસબંધી કરી દઈશ
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં ચંદ્રશેખર રાવણે મોટી ટીપ્પણી કરતા કહ્યુ કે હું મતોથી ભાજપની નસબંધી કરી દઈશ. આ પહેલા ગુરુવારે રાતે અઢી વાગે જેલમાંથી છૂટતા જ રાવણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે અમારી કોશિશ એ હશે કે સરકાર તો બહુ દૂરની વાત વિપક્ષમાં પણ તેમને જગ્યા ન મળે.