India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અગ્નિભરતી યોજનાઃ બિહાર-બલિયામાં ટ્રેનને કરાઈ આગના હવાલે, જાણો 10 મોટી અપડેટ

|
Google Oneindia Gujarati News

બલિયાઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ શરુ કરવામાં આવેલી અગ્નિપથ ભરતી યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. યુપી અને બિહારમાં આનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. અલગ-અલગ જગ્યાઓએ તોડફોડ, હિંસા અને આગના સમાચારો સામે આવી રહ્યા છે. પહેલા બિહારના છપરામામં અને હવે યુપીના બલિયામાં ટ્રેનને આગના હવાલે કર્યાના સમાચાર સામે આવ્યા છે. જે રીતે અલગ-અલગ જગ્યાએ અગ્નિપથ ભરતી યોજનાનો વિરોધ થઈ રહ્યો છે તેને જોઈને સરકારે અગ્નિપથ યોજનામાં ભરતી માટે મહત્તમ ઉંમરની સીમા વધારીને 23 વર્ષ કરી દીધી છે. પહેલા મહત્તમ વય 21 વર્ષ હતી. આવો 10 પોઈન્ટમાં જાણીએ અગ્નિપથ ભરતી યોજના સામે અલગ-અલગ જગ્યાએ કઈ રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

હિંસક પ્રદર્શનની 10 મોટી અપડેટ

  • બલિયાના પોલીસ વડા રાજ કરણ નય્યરે કહ્યુ કે અમે વીડિયોની તપાસ કરી રહ્યા છીએ. પ્રદર્શનકારીઓની ઓળખ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
  • બલિયાના ડીએમ સૌમ્ય અગ્રવાલે કહ્યુ કે પોલીસ મોટા પાયે નુકસાનને રોકવામાં સફળ રહી છે. અમે દોષિતો સામે કાર્યવાહી કરીશુ.
  • બિહારમાં ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ લખીસરાય રેલવે સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનને આગ ચાંપી દીધી હતી. પોલીસે જણાવ્યુ કે પ્રદર્શનકારીઓ અમને વીડિયો શૂટ કરતા રોકી રહ્યા હતા, આ લોકોએ અમારો ફોન પણ છીનવી લીધો. 4-5 કોચમાં આગ લાગી છે, મુસાફરો કોઈ રીતે ટ્રેનમાંથી બહાર નીકળી ગયા. વિરોધના કારણે બિહારમાં દિલ્હી અને કોલકાતાને જોડતો નેશનલ હાઈવે 2 બંધ કરી દેવામાં આવ્યો છે.
  • યુપીના બલિયામાં પણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે ​​સવારે રેલ્વે સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. યુવકોએ વોશિંગપીટમાં પાર્ક કરેલી ટ્રેનને આગ ચાંપી દીધી હતી. બલિયામાં 40-50 લોકોની અટકાયત કરવામાં આવી છે. ફિરોઝાબાદમાં પણ આજે સવારથી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે.
  • આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર તોડફોડના અહેવાલો પણ આવ્યા છે. જ્યાં બદમાશોએ 5 બસોમાં તોડફોડ કરી અને રસ્તો બ્લોક કર્યો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટોળાને વિખેરી નાખ્યુ હતુ.
  • બલિયાના લૌરિક સ્ટેડિયમમાં આજે સવારે લગભગ 5 વાગે સેંકડો લોકો એકઠા થયા હતા. અહીં પાર્ક કરેલી બસોમાં તોડફોડ કરી હતી અને રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કર્યુ હતુ. બલિયાથી વારાણસી જતી મેમુ ટ્રેન અને જૌનપુર શાહગંજ જતી પેસેન્જર ટ્રેનમાં આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને યુવકોનો પીછો કર્યો અને 50ને કસ્ટડીમાં લીધા.
  • આ પહેલા ગુરુવારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અપીલ કરી હતી કે અગ્નિપથ યોજના જીવનને એક નવો આયામ આપશે. તેનાથી તમારું ભવિષ્ય સુવર્ણ બનશે. તમે કોઈનાથી ગેરમાર્ગે ન દોરાવ. પોલીસ અને અન્ય સેવાઓમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ગુરુવારે 11 જિલ્લામાં ઉગ્ર દેખાવો થયા હતા. અલીગઢ, બુલંદશહેરમાં સ્થિતિ બેકાબૂ બની હતી અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વળી, સીતાપુર, દેવરિયા, મેરઠ અને ઉન્નાવમાં અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ થયો હતો.
  • હરિયાણાના પલવલ જિલ્લામાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો ત્યારબાદ અહીં 24 કલાક માટે એસએમએસ સેવા અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી.

English summary
Mob protest against Agnipath recruitment scheme in UP Bihar know 10 big updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X