For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ, શ્રીનગરમાં કરફ્યૂ

કાશ્મીરમાં ફરી એકવાર કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અલગાવવાદીઓ તરફથી બંધની જાહેરાત બાદ સરકાર દ્વારા કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સુવિધાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

કાશ્મીરમાં ફરી એકવાર કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અલગાવવાદીઓ તરફથી બંધની જાહેરાત બાદ સરકાર દ્વારા કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સુવિધાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેનાના ગોળીબારમાં શોપિયા જિલ્લામાં શનિવારે સાંજે બે વ્યક્તિનું મૃત્યુ થયુ હતું, જે પછી અલગાવવાદીઓએ બંધની ઘોષણા કરી હતી અને આથી અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. આ ગોળીબાર અંગે સેનાનું કહેવું છે કે, પથ્થરમારા સામે આત્મરક્ષા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ સેનાના દળ પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જે પછી આત્મરક્ષામાં આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે આર્મી યૂનિટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Kasjmir

શ્રીનગરમાં કરફ્યૂ

મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે, તેમણે આ ઘટના બાદ નિર્મલા સીતારમણ સાથે પણ મુલાકાત કરી છે. આ ઘટના બાદ રાજધાની શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે અને સાથે પરિવહન સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. બારામૂલાથી બનિહાલ વચ્ચે ટ્રેન સેવા પણ બંધ કરવામાં આવી છે. તો પુલવામા, અનંતનાગ, કુલગામ, શોપિયા અને દક્ષિણ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. અન્ય સ્થળોએ ઇન્ટરનેટ સ્પીડ 128 કેબીપીએસ કરવામાં આવી છે.

Jammu

120 લોકોએ સેના પર કર્યો હતો પથ્થરમારો

સેનાના ગોળીબારમાં જાવેદ અહમદ ભટ અને સુહેલ જાવીદ લોનનું મૃત્યુ થયું હતું. આ લોકો પર આરોપ હતો કે, તેમણે ભીડમાં સેના પર પથ્થરમારો કર્યો હતો. રક્ષા મંત્રાયલના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, સેનાની ટુકડી પર અનપ્રોવોક્ટ પથ્થરમારો કરવામાં આવ્યો, 100થી 120 લોકોએ પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું હતું. થોડી જ વારમાં લોકોની સંખ્યા 200-250 થઇ ગઇ. ભીડે સેનાની ટુકડીને ઘેરવાનું શરૂ કરી દીધું અને તેમણે જવાનોની ગાડીમાં આગ લગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

J&K

વિપક્ષના નિશાને CM મુફ્તી

આ ઘટનાની વિપક્ષે કડક શબ્દોમાં નિંદા કરી છે, નેશનલ કોંગ્રેસના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, કાબુલમાં હિંસા નિંદનીય છે. આ એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે, જે માટે મારી પાસે શબ્દો નથી. બે નગારિકોનું મૃત્યુ દુઃખદ વાત છે. મહેબૂબા મુફ્તી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તમારે એ લોકોને જોવાની જરૂર છે, જે લોકો તમારું ટ્વીટર હેન્ડલ મેનેજ કરે છે. ઉલ્લેખનીય છે કે, મહેબૂબા મુફ્તીએ અફઘાનમાં બોમ્બ વિસ્ફોટ અંગે ટ્વીટ કર્યું હતું, પરંતુ કાશ્મીરમાં થયેલ હિંસા બાબતે કંઇ નહોતું કહ્યું.

English summary
Mobile internet services blocked in many parts of the state. Curfew imposed in many areas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X