• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જમ્મુ કાશ્મીરઃ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબાને કરાયા નજરબંધ, ઈન્ટરનેટ સેવાઓ બંધ

|

કેન્દ્ર સરકરની એડવાઈઝરી બાદ અમરનાથ યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓ પાછા આવવા અને સુરક્ષાબળોની તૈનાતીના કારણે વિવિધ પ્રકારની અટકળો લાગી રહી છે. કાશ્મીરમાં લોકો વચ્ચે અફવાઓનુ બજાર ગરમ છે. આ દરમિયાન સરકારે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ઉમર અબ્દુલ્લા અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ ઈન્ટરનેટ બંધ હોવાનો દાવો કર્યો છે. સૂત્રો મુજબ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર સરકારના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓને કર્ફ્યુ દરમિયાન ઑફિસ આવવા જવા માટે પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ, 'જો રાજ્ય સરકારના અધિકારીઓની માનીએ તો મોબાઈલ ઈન્ટરવેટ કામ નથી કરી રહ્યુ. જો આવુ છે તો એક અનૌપચારિક કર્ફ્યુ શરૂ થવા જઈ રહ્યો છે અને મુખ્યધારાના નેતાઓની ધરપકડ કરવામાં આવી શકે છે. કંઈ ખબર નથી કોના પર વિશ્વાસ કરીઅ અને આ ક્યાંથી થઈ રહ્યુ છે.' તેમણે લખ્યુ, મને લાગે ચે કે મને આજે અડધી રાતથી નજરબંધ કરી દેવામાં આવશે અને બધી રાજકીય પાર્ટીઓના નેતાઓ માટે પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એ જાણવાનો કોઈ રસ્તો નથી કે સાચુ શું છે. પરંતુ જો આ છે તો હું તમને બધાને બીજી તરફ જોઈશ. અલ્લાહ અમને બચાવે.

ઉમરે આગળ લખ્યુ કે કાશ્મીરના લોકો માટે અમે નથી જાણતા કે અમારા માટે શું છે પરંતુ હું એક દ્રઢ વિશ્વાસ રાખુ કે સર્વશક્તિમાન અલ્લાહે જે યોજના બનાવી છે તે હંમેશા સારા માટે છે, આપણે આને અત્યારે નથી જોઈ શકાત. પરંતુ આપણે ક્યારેય તેમની રીતો પર શંકા ન કરવી જોઈએ. બધાને શુભકામનાઓ, સુરક્ષિત રહે અને બધાનું કૃપા કરી ધ્યાન રાખો.

વળી, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને લખ્યુ કે મોબાઈલ કવરેજ સહિત ઈન્ટરનેટ સેવાઓ બંધ થવાના સમાચારો સાંભળવા મળી રહ્યા છે. કર્ફ્યુ પાસ પણ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે. ભગવાન જાણે છે કે કાલે શું થશે. આ એક લાંબી રાત થવા જઈ રહી છે. તેમણે કહ્યુ કે આવા મુસીબતના સમયમાં હું તમને લોકોને એ વિશ્વાસ અપાવવા ઈચ્છુ છે કે જે પણ થાય તેમાં આપણે એક સાથે છે અને આનો મુકાબલો કરીશુ.

મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યુ, 'કેવી વિડંબણા છે કે અમારા જેવા શાંતિ માટે લડનારા જનપ્રતિનિધિઓને હાઉસ અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. દુનિયા જોઈ રહી છે કે જમ્મુ કાશ્મીરમાં કેવા લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. મહેબૂબાએ કહ્યુ કે કાશ્મીરના લોકોએ એક લોકતાંત્રિક ભારતને ચૂંટ્યુ હતુ હવે એ જ લોકો અકલ્પનીય અત્યાચાર સહી રહ્યા છે.'

આ પહેલા નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુખ અબ્દુલ્લાના ઘરે સર્વદળીય બેઠક થઈ. બેઠકમાં પીડીપી અધ્યક્ષ અને પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી, પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીર, પીપલ્સ મુવમેન્ટના નેતા શાહ ફૈઝલ અને સજ્જાદ લોન પણ શામેલ થયા. બેઠકમાં પાર્ટીઓએ ભારત અને પાકિસ્તાનને એવુ કોઈ પગલુ ન ઉઠાવવાની અપીલ કરી છે જે રાજ્યમાં તણાવ વધારે. તેમણે રાજ્યના લોકોને શાંતિ જાળવી રાખવાની પણ અપીલ કરી.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર ટેંશન: 3 દિવસ માટે અમિત શાહ કાશ્મીર જશે

English summary
Mobile internet services partially suspended in Kashmir, mehbooba mufti says It's going to be a long night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more