7/11 મુંબઇ ટ્રેન વિસ્ફોટ: જાણો આખો ધટનાક્રમ
7/11 મુંબઇ ટ્રેન વિસ્ફોટ, આ એજ વિસ્ફોટ છે જેમાં કુલ 188 લોકોની મોત થઇ અને 829 લોકો ઇજાગ્રસ્ત થયા. મુંબઇની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન જેણે એક પછી એક ધડાકોઓ કરીને હચમચાવી દીધી તેવા 7/11 મુંબઇ ટ્રેન વિસ્ફોટના 12 દોષિઓને સ્પેશ્યિલ મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) કોર્ટ દ્વારા આજે સજા સંભળાવવામાં આવી. કોર્ટે 5 આરોપીએને બોમ્બ મૂકવા માટે દોષી જાહેર કરીને મૃત્યુદંડ ફરમાવ્યો તો અન્ય સાત આરોપી જેમણે આ લોકોને મદદ કરી હતી તેને આજીવન કેદની સજા ફટકારી.
11 મિનિટમાં આ 12 લોકોએ મુંબઇની જીવાદોરી સમાન લોકન ટ્રેનમાં શ્રેણીબદ્ધ બોમ્બ લાસ્ટ કરાવ્યા. એટલું જ નહીં આ ધટના બાદ લોકો ફરી લોકન ટ્રેન પગ મૂકતા ડરતા હતા. અને જરા પણ અવાજ થાય તો ફફડી જતા હતા. આ બોમ્બ બ્લાસ્ટની ભયાનકતા એટલી હતી કે તેની પર બોલીવૂડે મુંબઇ મેરી જાન નામની એક ફિલ્મ પણ બનાવી હતી.
જો કે વર્ષ 2011માં થયેલા આ વિસ્ફોટ પછી મુંબઇ પોલિસ લોકન ટ્રેનનો સુરક્ષાને લઇને થોડાક અંશે ચકોર થઇ હતી. અને સીસીટીવી ફૂટેઝ અને ચાંપતો પોલિસ બંદોવસ્ત કરવામાં આવ્યો હતો. પણ તેમ છતાં આ બોમ્બ લાસ્ટના કારણે અનેક લોકો તેમના મા-બાપ કે ભાઇને ખોઇ બેઠા તો અનેક લોકો તેમના હાથ પગને ખોઇ બેઠા. અને આ જ કારણે આ બોમ્બ બ્લાસ્ટે મુંબઇના અનેક લોકોની જીંદગી જડમૂળથી બદલી નાંખી. ત્યારે શું હતો આ બોમ્બ બ્લાસ્ટનો ધટનાક્રમ તે વિષે જાણો નીચેના આ સવિસ્તૃત અહેવાલમાં...

મુંબઇ બ્લાસ્ટનું ગોધરાકાંડ કનેક્શન
7/11 મુંબઇ ટ્રેન વિસ્ફોટ પાછળ ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા કોમી રમખાણોને જવાબદાર માનવામાં આવે છે. આ રમખાણોનો બદલો લેવા માટે મુંબઇમાં આ વિસ્ફોટ કરાયા હતા. વળી આ વિસ્ફોટમાં લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસને ખાસ ટાર્ગેટ કરવામાં આવી હતી.

વિસ્ફોટની તીવ્રતા
આ વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે લોકન ટ્રેનના છાપરા શીખે ઉડી ગયા હતા. અને લકોની લાશો બહાર ફેકાઇ ગઇ હતી. પ્રેશર કૂકરમાં આરડીએક્સ ભરીને આ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

11 મિનિટ સાત સ્થળ
મીરા રોડ, બોરિવલી, જોગેશ્વરી, ખાર રોડ, બાંદરા, માહિમ અને માટુંગાની લોકલ ટ્રેનમાં 11 મિનિટની અંદર આ ભયાનક વિસ્ફોટો થયા હતા.

માનવતાની મહેક
જો કે આ સમગ્ર ધટનાનું કોઇ સારું પાસુ હોય તો છે કે માનવતાનું. જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે તંત્ર સાબદુ થઇને આવે તે પહેલા સામાન્ય લોકોએ તેમના જેવા જ સામાન્ય લોકોની મદદ કરી. ઇજાગ્રસ્તો હોસ્પિટલ લઇ ગયા. અને બીજા દિવસે જ્યારે લોકલ ટ્રેન ફરી કાર્યરત કરાઇ ત્યારે મુંબઇના લોકો તેની ચડીને તે સાબિત કરી દીધી કે ભારતીયોની હિંમતને કોઇ ડગમગાવી નહીં શકે.

દોષીઓના નામ
કોર્ટ મુજબ આ લોકોએ આ બોમ્બ મૂકવા અને તૈયાર કરવામાં મદદ કરી હતી. કમાલ અહમદ અંસારી, તનવીર અહમદ અંસારી, મોહમ્મદ ફૈસલ શેખ, એહતેશાન સિદ્દીકી, મોહમ્મદ માજિદ શફી, શેખ આલમ શેખ, મોહમ્મદ સાજિદ અંસારી, મુજમ્મિલ શેખ, સોહેલ મહમૂદ શેખ, જમીર અહમદ શેખ, નવીદ હુસેન ખાન અને આસિફ ખાન.

એકને નિર્દોષ જાહેર કરાયો
મકોકા કોર્ટે 13 આરોપીમાંથી એક નિર્દોષ જાહેર કર્યો હતો. અબ્દુલ વાહિદ શેખને છોડી દેવામાં આવ્યો હતો.

કોર્ટની સજા
11 જુલાઇ, 2006ના રોજ મુંબઇ લોકલ ટ્રેનોમાં સાત આરડીએક્સ બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 188 લોકોની મોત અને 829 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે મકોકા કોર્ટે આજે તેમાંથી 5 દોષીઓને મોત અને 7ની આજીવન કેદ સંભળાવી છે. જો કે દોષીઓના વકીલે આ કે આ મામલે હાઇકોર્ટમાં જવાની વાત ઉચ્ચારી છે.