યૌનસંબધ બનાવવાની ના પાડી તો મોડલ માનસીની હત્યા કરી નાખી
ગયા વર્ષે મુંબઈમાં મોડલ માનસી દીક્ષિતની નિર્મમ હત્યાનો મામલો સામે આવ્યો હતો, ત્યારપછી આ ખબર સમાચારોમાં ખુબ ચાલી હતી. આ મામલે મુંબઈ પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. મુંબઈ પોલીસે પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે માનસીની હત્યા એટલા માટે કરવામાં આવી કારણકે તેને યૌનસંબધ બનાવવાની ના પાડી હતી. 19 વર્ષના નવોદિત ફોટોગ્રાફર સૈયદ મુજજામિલ પર આરોપ છે કે તેને પોતાના ઘરે માનસીની હત્યા કરી હતી.
મુંબઈઃ મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધી

માનસીને પહેલાથી ઓળખતો હતો
મુંબઈ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું કે મુજજામિલે પોતાના ઘરે જ માનસીની હત્યા કરી નાખી કારણકે માનસીએ તેની સાથે યૌનસંબધ બનાવવાની ના પાડી હતી. પોલીસ અનુસાર મુજજામિલ માનસીને થોડા દિવસથી ઓળખતો હતો અને તેને પસંદ કરતો હતો. પોલીસ પૂછપરછમાં તેને જણાવ્યું કે તેને માનસીને પોતાના ઘરે ફોટોશૂટ કરવા બોલાવી હતી. આ દરમિયાન તેને માનસીને યૌનસંબધ બનાવવા કહ્યું. પરંતુ જયારે તેને ના પાડી ત્યારે મુજજામિલે તેના પર લાકડાના સ્ટૂલથી હુમલો કર્યો.

બેહોશી પછી રેપ
ચાર્જશીટ અનુસાર ઘા લાગવાને કારણે માનસી બેભાન થઇ ગઈ ત્યારપછી આરોપીએ તેનો રેપ કર્યો. ત્યારપછી આરોપી મુજજામિલે તેને દોરડાથી બાંધીને તેનું ગળું દબાવી દીધું. પોલીસે માનસીના કપડાથી વીર્યના સેમ્પલ ભેગા કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે છે કે માનસીના પ્રાઇવેટ પાર્ટ્સ પર પણ નિશાનો મળી આવ્યા છે. માનસીની મૌત પછી મુજજામિલે તેની લાશને એક બેગમાં અને કેબ બુક કરી. પરંતુ જયારે કેબ ડ્રાઈવરે બેગ આટલી ભારે કેમ છે તેના વિશે સવાલ કર્યા ત્યારે તેને એબ કેન્સલ કરી નાખી.

કેબ ડ્રાઈવરે ખુલાસો કર્યો
કેબ ડ્રાઈવરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ચાર લોકો માટે ગાડી બુક કરવામાં આવી હતી. ત્યારપછી તેને એરપોર્ટ માટે બીજી કેબ બુક કરી. કેબમાં બેસી ગયા પછી મુજજામિલે પોતાની લોકેશન બદલીને મલાડ કરી. કેબ ડ્રાઈવરે જણાવ્યું કે મુજજામિલ બેગને ફૂટપાથ પર છોડીને જલ્દી જલ્દી ભાગી ગયો. ત્યારપછી ડ્રાઈવરે પોલીસને ફોન કર્યો. જ્યાં બેગમાં માનસીની લાશ દોરડા સાથે બાંધેલી મળી આવી.

પોલીસે ધરપકડ કરી હતી
આ ઘટના પછી મુજજામિલ ને પોલીસે તેના ઓશિવાળા ઍપાર્ટમેન્ટથી પકડી પાડ્યો. મુજજામિલનો પરિવાર તેના એક બીમાર સંબંધીને જોવા માટે હૈદરાબાદ ગયો હતો, જે ઘટનાના એક દિવસ પહેલા જ આવ્યો. પોલીસે બીજી બે મહિલાઓનું નિવેદન પણ નોંધ્યું છે, જેને મુજજામિલે ફોટોશૂટ કરવા માટે પહેલા સંપર્ક કર્યો હતો.